દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઇવની કમાન મુખ્યત્વે સીરમ અને ભારત બાયોટેકની કોવેક્સિનની પાસે છે
(સં.સ. સે.) નવી દિલ્હી, તા.૧૮
ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવની કમાન મુખ્યત્વે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનની પાસે છે. ભારતમાં અત્યાર સુધીમાં વેક્સીનના કુલ ૭૯ કરોડ ડોઝમાંથી ૬૯ કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડ અને ૯ કરોડથી વધુ લોકોને કોવેક્સીન આપવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડ વેક્સીનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરી મળી છે. ત્યારે કોવેક્સીન હજુ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરીની રાહ જોઇ રહી છે. કોવેક્સીન લગાવનાર ઘણા લોકો છેલ્લા કેટલાક સમયથી કોવેક્સીનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે.