શહેર-જિલ્લામાથી ગણપતિ વિસર્જન માટે દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું

122

અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે ઢોલ,નગારા તથા ડીજે સાથે અબિલ,ગુલાલની છોળો વચ્ચે વાજતેગાજતે ગણપતિ વિસર્જન કરાયું
ભાવનગર શહેર-જિલ્લામાં ચાલી રહેલ ગણપતિ ઉત્સવનું આજરોજ સમાપન થશે દર વર્ષે ભાદરવા સુદ ચૌદસ ના રોજ ગણપતિ ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું, શહેર-જિલ્લામાં સાર્વજનિક તથા ઘરમેળે યોજેલ ગણેશોત્સવ નું રંગેચંગે સમાપન કરવામાં આવ્યું હતું, ભાવનગર જિલ્લાના દરિયા કિનારે ગણપતિની મૂર્તિ ઓનુ વિસર્જન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

ભાદ્રસુદ ચોથ જેને તળપદી ભાષામાં ગણેશ ચર્તુર્થી-ગણેશ ચોથ આદી નામો થી ઓળખવામાં આવે આ દિવસે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશોત્સવોનુ આયોજન વ્યાપક બન્યું છે દર વર્ષે ભાવનગર શહેર તથા જિલ્લા માં ગણપતિ ઉત્સવના આયોજનોમાં વધારો થઈ રહ્યો છે લોકો ઘરમાં પણ ગણપતિ ઉત્સવ અંતર્ગત મૂર્તિ સ્થાપના કરી એક દિવસ થી લઈને પાંચ દિવસ નું આયોજન કરે છે પરંતુ જાહેર માં થતાં આયોજનો અગિયાર દિવસના યોજવામાં આવે છે,

આજરોજ ભાદરવા સુદ ચૌદસ ના રોજ શાસ્ત્ર નિર્દેશ મુજબ આજનો દિવસ ઉત્સવ વિસર્જન તરીકે ઉજવવામાં આવે છે છેલ્લા અગિયાર દિવસ સુધી શહેર જિલ્લામાં યોજાયેલ વિવિધ ગણપતિ ઉત્સવના આયોજનોમાં ભક્તિ રસની પરંપરાગત હેલી જોવા મળી હતી આ અગિયાર દિવસ માં પ્રત્યેક દિવસે નાનાં મોટાં ધાર્મિક,સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમો ના આયોજનો કરવામાં આવ્યા હતાં, જેમાં મહાપૂજા થી લઈને અન્નકૂટ, સત્સંગ, સંતવાણી સાથે બ્લડ ડોનેશન, સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ વેક્સિનેશન કેમ્પ સહિતના આયોજનો થકી ગણપતિ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો ભાવનગર શહેર તથા જિલ્લા માથી ગણપતિજી ની મૂર્તિ વિસર્જન માટે નિષ્કલંક નો સમુદ્ર તટ માનિતો પોઈંટ છે આ સ્થળે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.આજે સવારથી સાંજ સુધીમાં આયોજકો ઢોલ,નગારા તથા ડીજે સાથે અબિલ,ગુલાલ ની છોળો વચ્ચે વાજતેગાજતે ગણપતિ વિસર્જન કરવા કોળીયાકના દરિયે પોહચીયા હતા, મંગલમૂર્તિ પાસે મંગલ કામનાઓ સાથે વૈશ્વિક મહામારી નો પ્રકોપ દૂર કરવા સર્વત્ર સુરભિક્ષ ની અનંત કામનાઓ વચ્ચે દુદાળા દેવને આવતા વર્ષે વહેલા પધારવાની વિનવણી સાથે ભાવ અને ભક્તિ ભેર વિદાય આપી હતી,

Previous articleસોનુ સુદે ૨૦ કરોડથી વધુની કરચોરી કર્યાનો ઈડીનો દાવો
Next articleસર ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગના રૂમમાં છત માંથી ગાબડું પડ્યું