સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી
ભાવનગર શહેરની સર.ટી હોસ્પિટલમાં આવેલ તાત્કાલિક સારવાર વિભાગના રૂમમાં અચાનક ગાબડું પડ્યું હતું, જોકે સદનસીબે કોઇને જાનહાની થઈ નથી, ભાવનગર સર.ટી હોસ્પિટલમાં દરરોજ એક હજાર થી વધુ લોકો સારવાર લેવા માટે આવતા હોય છે, અગાઉ પણ સર.ટી હોસ્પિટલ જર્જરિત હોવા બાબતેની નોટિસ આપવામાં આવી છે, નવાઈની વાત તો એ છે કે અહીં સાત માળનું જે બિલ્ડીંગ આવ્યું છે તેને માત્ર પંદર વર્ષ જ જર્જરિત થયું છે, જ્યારે હોસ્પિટલ નજીક આવેલ જુની હોસ્પિટલ રાજાશાહી સમયે બંધાવવામાં આવેલ છે તેમ છતાં પણ હજી અડીખમ છે, અગાવ જર્જરિત ભાવનગર સર.ટી હોસ્પિટલની મુલાકાતે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ આવ્યા હતા ત્યારે સિવિલની હાલત જોઈને અધિકારીને ખખડાવ્યા હત, નવા સાત માળના સર.ટી હોસ્પિટલના બિલ્ડિંગમાં સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોઇ મોટી દુર્ઘટના થાય તો નવાઇ નહીં.