અઠ્ઠી ફુટની પાણીની આવક થતા તળાવના ઓટોમેટીક દરવાજા ખુલતા ઓવરફ્લો થશે : સિહોરની ૮૦ હજારની વસતીને ૧ વર્ષ ચાલે તેટલુ પાણી ભરાતા શહેરીજનોમાં આંનદ છવાયો
સિહોરનુ ગૌત્તમેશ્વર તળાવમાં ઉપરવાસમાં વરસતા વરસાદના પગલે પાણીની સારી આવક થતા તળાવની સપાટી ૮૫ ફુટ પહોંચી છે. ત્યારે તળાવ ઓવરફ્લો થવાના આરે પહોંચ્યો છે. હજુ અઠ્ઠી ફુટ પાણીની આવક થશે તો તળાવના ઓટોમેટીક દરવાજા ખુલશે. તળાવમાં નવા નીરના કારણે ૮૦ હજારની વસતીને ચાલે તેટલુ પાણી સ્ટોરેજ થતા શહેરીજનોમાં આંનદ લાગણી છવાઈ છે.
સિહોરના ગૌતમેશ્વર તળાવની સપાટી ઓગણીશ ફુટની હતી પરંતુ છેલ્લા સારો વરસાદ તળાવની ઉપરવાસ પડતાની સાથે ગૌતમેશ્વર તળાવમાં છ ફુટની આવક થતા સિહોર ગૌતમેશ્વર તળાવની પચ્ચીસ ફુટની સપાટી થઇ જવા પામી છે અને જો હજી બેથી અઢી ફુટની આવક થાય તો ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થઇ જાય અને ગૌતમેશ્વર તળાવના રાજાશાહી વખતા ધરી ધર ઓટોમેટીક બારણા એના મેળાએ જ ખુલ્લી જાય અને ગૌતમી નદીમાં પુર આવશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી અને હાલ સિહોર શહેરની એશી હજારની વસ્તીને પીવાનું પાણી માટે એક વર્ષ ચાલે તેટલું પાણી તળાવમાં ભરાઇ જતા સિહોર શહેરની જનતામાં આનંદની લાગણી જન્મી છે અને જો બેથી અઢી ફુટની આવક થઇ જાય અને તળાવ ઓવરફ્લો થઇને તળાવના બારણા ખુલ્લી જાય અને નદીમાં જો પુર આવી જાય તો ગૌતમી નદીમાં હાલ જે ગંદકીથી ખદબદે છે તે ગંદકીઓ સાફ થઇ જાય અને નદી પણ ચોખ્ખી થઇ જાય અનો ચોખ્ખુ પાણી વહેતું થઇ જાય અને નદીકાંઠેની આવેલ વાડીયુના કુવા તથા બોરના પાણીના તળો ઉંચા આવી જાય તેમા શંકાને કોઇ સ્થાન નથી.