લંડન , તા.૧૯
કોહલી અને શાસ્ત્રીની જોડી જો કે એકપણ આઈસીસી ટ્રોફી જીત્યા નથી તેથી ટી-૨૦ વર્લ્ડકપ જીતવો ગમશે અને અમે તે માટે મુખ્ય દાવેદાર સાથે સક્ષમ છીએ. ખેલાડીઓ જોડે તો ડ્રેસિંગ રૃમમાં વિતાવેલ સમયની કાયમ ખોટ અનુભવાશે. શાસ્ત્રીએ એવો દાવો કર્યો હતો કે બુમરાહને બધા વ્હાઈટ બોલનો જ બોલર માનતા નહતા પણ હું શ્રદ્ધા ધરાવતો હતો કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ ધાક જમાવી શકે તેમ છે. જો કે હું માનતો હતો કે ભારતની પીચ પર તેને ટેસ્ટ પ્રવેશ કરાવીશ તો તે હતાશ થઈ નિષ્ફળ રહેશે આથી મેં જ કેપ્ટન કોહલી સમક્ષ એવો આગ્રહ રાખ્યો હતો કે સાઉથ આફ્રિકામાં તેનો ટેસ્ટ પ્રવેશ થાય. આજે તે ૧૦૧ ટેસ્ટ વિકેટ લઈ ચૂક્યો છે.રવિ શાસ્ત્રીએ અહીં મીડિયાને જણાવ્યું હતું કે આગામી ટી-૨૦ વર્લ્ડકપ બાદ તેના ભારતની ટીમના હેડ કોચ તરીકેના કાર્યકાળનો અંત આવશે. આટલા વર્ષોથી ભારતીય ખેલાડીઓ જોડે રહ્યો હોઈ દુઃખી પણ છું. આમ છતાં મારા કોચપદ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે જે સફળતા મેળવી છે તેના લીધે ખુબ ખુશી સાથે સંતોષની લાગણી અનુભવું છું. મેં જે ઈચ્છું છે તે મેળવ્યું છે. શાસ્ત્રી ૨૦૧૭માં પ્રથમ વખત હેડ કોચ બન્યો હતો પછી તેની ફરી બે વર્ષ માટે ૨૦૧૯માં નિમણૂંક થઈ હતી.
શાસ્ત્રીએ કહ્યું હતું કે ૧૭ ઓક્ટોબરથી શરૃ થતા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બને તો મારી ખુશીનો પાર નહીં રહે પણ જો તે શક્ય ન બને તો પણ ટીમે છેલ્લા ચાર વર્ષમાં ઉલ્લેખનીય સફળતા મેળવી છે. ભારત આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પાંચ વર્ષ સુધી નંબર વન રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં બે વખત શ્રેણી જીત્યા અને ઈંગ્લેન્ડમાં ૨-૧થી શ્રેણીમાં આગળ રહ્યા છીએ. કોવિડની સ્થિતિમાં ખેલાડીઓને પ્રેક્ટિસનો અભાવ, માનસિક દબાણ અને તનાવ હોવા છતાં ભારતે ઉત્કૃષ્ટ દેખાવ જોરદાર કમબેક કરીને કર્યો છે. ભારતે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં ટી-૨૦ શ્રેણી પણ જીતી છે. વ્હાઈટ બોલ ક્રિકેટમાં દરેક દેશને તેની જ ભૂમિ પર હરાવ્યા છે. મેં મારી અપેક્ષા કરતા પણ ઘણી જ સફળતા મેળવી છે.