નવી દિલ્હી , તા.૧૯
કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તહેવારોના સમયે કોરોના પ્રોટોકોલના અમલનું યોગ્ય રીતે પાલન થવું જોઇએ. સાથે જ ત્રીજી લહેરની દહેશતને પગલે દવાઓ અને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓની પુરતી વ્યવસૃથા કરી લેવામાં આવે.ભારતમાં કોરોનાના નવા ૩૫,૬૬૨ કેસો સામે આવ્યા હતા. જ્યારે કોરોનાથી વધુ ૨૮૧ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક વધીને ૪.૪૪ લાખને પાર જતો રહ્યો છે. બીજી તરફ એક્ટિવ કેસો વધીને ૩.૪૦ લાખને પાર જતા રહ્યા છે. જ્યારે કોરોનાનો રીકવરી રેટ વધીને ૯૭.૬૫ ટકાએ પહોચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૧૫૮૩નો જ વધારો થયો છે જે અગાઉના દિવસો કરતા ઘણો જ ઓછો છે. બીજી તરફ દેશમાં કોરોનાની રસીના ૮૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે જ રસીના ૭૭.૨૫ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. માત્ર ૧૧ દિવસમાં જ રસીના ૧૦ કરોડ ડોઝ આપી દેવાયા છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવુ છે કે ભારતમાં હાલની સિૃથતિ મુજબ કોવિડ બૂસ્ટર આપવાની કોઇ જ જરૂર નથી. કેમ કે જે રસી આપવામાં આવી રહી છે તેની લોકો પર યોગ્ય અસર થઇ રહી છે અને તે કોરોનાથી રક્ષણ મેળવવા માટે હાલ પુરતી છે. હાલ તહેવારોનો સમય નજીક આવી રહ્યો છે.