ગુજરાત રાજયનો સ્થાપનાદિન તા.૧ મેથી રાજયકક્ષાની ઉજવણી ભરૂચ ખાતે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમ રાબેતા મુજબ બે દિવસનો રહેશે. વિવિક કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે તેમ નાયબ નિસિત પટેલે જણાવ્યું હતું. સ્થાપના દિનની પૂર્વ સંધ્યા ૩૦મી એપ્રિલે ગુજરાત ગૌવર પુરસ્કાર આપીને ભરૂચ જિલ્લા તેમજ રાજયના વિવિધ સિધ્ધીઓ હાંસલ કરનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના સ્થાપનાદિને સુજલામ, સુફલામ જળસંચય યોજનાનો પ્રારભં થશે. ગામે-ગામ જઈને જળસંચયના કામો હાથ ધરવામાં આવનાર તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયોનું ડિસીલ્ટીંગ કરવા, શહેરી વિસ્તારમાંથીસ પસાર થતી નદીઓના પ્રદુષણને નાંથવા વિવિધ તબકકાની સફાઈ જેમ) ઝાડી-ઝાંખડા-ગાંડા બાવળ હટાવવાની સાથે નદીકાંઠા વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે. ઉપરાંત જળસંચયની સાથે પાણીનો બગાડ(વય) અટકાવવા વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર્ર-કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અછતવાળા જિલ્લાઓ પર ફોકસ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો, જાહેર સાહસોના એ.પી.એમ.ના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.