ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનો એકપણ કેસ ન આવતા રાહત, એક્ટિવ કેસની સંખ્યા ચાર પર યથાવત

112

અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું કોરોનામાં અવસાન
ભાવનગર જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનો એકપણ કેસ ન નોંધતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા હતા. આમ, શહેર એક કોરોના દર્દી રહ્યો અને ગ્રામ્યમાં ૩ કોરોનાના દર્દી સહિત કુલ ૪ રહ્યા છે.રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગર શહેરમાં માત્ર એક જ દર્દીઓ રહ્યો છે, અને ગ્રામ્યમાં ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૫૦ કેસ પૈકી હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleચકચારી પાલિતાણાના ભંગારના ડેલામાંથી મળેલા પાઠ્યપુસ્તકો ચાલુ અભ્યાસક્રમના હોવાનું તારણ
Next articleવિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાગૃતિ આવે તે અંગે માર્ગદર્શન શ્રેણીનું આયોજન