ભાજપ કિસાન મોરચા દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મહાઆરતી

163

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી,ભાવનગર મહાનગર કિસાન મોરચા દ્વારા શ્રી રામજી મંદિરે મહાઆરતીનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમના ભાજપ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ભરતભાઈ મેર, ખજાનચી સી.પી સરવૈયા, ભાજપ ભાવનગર મહાનગર મહામંત્રી અરુણભાઈ પટેલ, તખતેશ્વર વોર્ડ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, નગરસેવક ભાવેશભાઈ મોદી, ભાવનાબેન દવે, નગર શિક્ષણ સમિતિ સભ્ય મહેન્દ્રસિંહ ચાવડા, નીતિનભાઈ વેગડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હર્ષદભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન ભરતેન્દુભાઈ દવે, શહેર કિસાન મોરચાના મંત્રી હરેશભાઈ વાળા અને ગોપાલભાઈ જોગરાણા અને હોદ્દેદારો, કિસાન મોરચા શહેર કારોબારી સભ્યો, આઈ ટી સેલ, મોરચા વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને ભાવિકો બહોળી સંખ્યામાં પધારી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મહા આરતીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન કિસાન મોરચા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ ,મહામંત્રીઓ ઘનશ્યામભાઈ સોનાણી અને નિરવભાઈ કિકાણી તેમજ કાર્યક્રમની વ્યવસ્થા માટે કિસાન મોરચા તખતેશ્વર વોર્ડ પ્રમુખ રામદેવસિંહ વાળા એ જહેમત ઉઠાવી હતી.

Previous articleવિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જાગૃતિ આવે તે અંગે માર્ગદર્શન શ્રેણીનું આયોજન
Next articleપાલીતાણાના યુવા પત્રકાર આરીફ શેખનો આજે જન્મદિવસ છે