ભારત વિકાસ પરિષદની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં ૨૦૧૮-૧૯ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ૧૫૪ સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે પ્રમુખ પદે મુકેશ રાવલ, ઉપપ્રમુખ દિપક પટેલ, ભરત સોમાણી, મંત્રી નરેન્દ્ર પટેલ સહિત કારોબારી સભ્યો અને મહિલા સંયોજક અને સહ સંયોજકની નિમણૂંક કરવામાં આવી હતી.