ભાવનગર રેલવે ડિવિઝન પર “ક્લીન ટ્રેક દિવસ” તરીકે ઉજવવામાં આવી હતી

113

૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી ભાવનગર રેલવે ડિવિઝન પર “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ “ક્લીન ટ્રેક” દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભાવનગર ટર્મિનસ, ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, ગોંડલ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ અને સોમનાથ સહિત ભાવનગર મંડલના મહત્તમ સ્ટેશનોના ટ્રેક પર પડેલો કચરો દૂર કરીને પાટાની સફાઈ કરવામાં આવી હતી. ટ્રેકની બાજુઓમાં ફેલાયેલી ગંદકીને પણ સાફ કરવામાં આવી હતી. મંડલના મુખ્ય સ્ટેશનો પર યાંત્રિક સફાઈ મશીન દ્વારા સઘન સફાઈ કરવામાં આવી હતી. ટ્રેકની મધ્યમાં આવેલી ડ્રેનેજની પણ સફાઇ કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ સ્ટેશન અને ટ્રેકને સ્વચ્છ રાખવામાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પખવાડિયા દરમિયાન અન્ય રેલવે કર્મચારીઓ પણ તેમની સાથે સફાઈમાં ઘણી મદદ કરી રહ્યા છે.

Previous articleબોરતળાવ ખાતે બાલવાટિકામાંથી રાતોરાત જવાહર શબ્દ દૂર કરી દેવાયો
Next articleપર્યુષણ પર્વ નિમિત્તે વલ્લભીપુરમાં ઘેર ઘેર મીઠાઈ વિતરણ કરાયું