મુંબઈ,તા.૨૧
રાજસ્થાનની ટીમમાં ત્રીજા અને ચોથા વિદેશી ખેલાડી તરીકે ક્રિસ મોરિસ, ડેવિડ મિલર અને વિશ્વના નંબર-૧ ટી-૧૦ બોલર તબરેઝ શમ્સીમાંથી કોઈની પસંદગી કરાશે. આગામી ચાર સપ્તાહ સુધી રાહુલ તિવેટિયા, રિયાન પરાગ, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા જેવા ભારતીય ખેલાડીઓ ઉપર ટીમને પ્લે ઓફ સુધી લઈ જવાની જવાબદારી રહેશે. બીજી તરફ પંજાબની બેટિંગ મજબૂત છે અને રાહુલ તથા મયંક અગ્રવાલ આક્રમક શરૂઆત કરવામાં નિષ્ણાત છે. કેરેબિયન બેટ્મસેન ક્રિસ ગેઇલ રાજસ્થાનના બોલર્સ માટે ખતરા સમાન બની શકે છે. મધ્યમ હરોળમાં નિકોલસ પૂરન અને શાહરુખ ખાન ઉપર વધારે સારા પ્રદર્શનની જવાબદારી રહેશે.રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ૈંઁન્ ટી-૨૦ ક્રિકેટ લીગમાં આમનેસામને થશે. આઇપીએલના બીજા તબક્કાની ત્રીજી મેચ અને સિઝનની ૩૨મી મેચનો આ મુકાબલો બંને ટીમના સ્ટાર બેટ્સમેનોની સ્ફોટક બેટિંગના કારણે રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. આ બંને ટીમો આઇપીએલ-૨૦૨૧ની સિઝનમાં અત્યાર સુધી અપેક્ષા મુજબ સારો દેખાવ કરી શકી નથી. લીગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક કેપ્ટન લોકેશ રાહુલને માત્ર બેટિંગ નહીં પરંતુ કોચ અનિલ કુંબલેના માર્ગદર્શન હેઠળ ચતુરાઈભરી કેપ્ટનશિપ પણ પુરવાર કરવાની રહેશે. કુંબલે પણ કોચ તરીકે પોતાની ઉપયોગિતા સાબિત કરવા માગશે. કેપ્ટન સંજૂ સેમસન, લિયામ લિવિંગસ્ટોન પાસેથી રાજસ્થાન મોટા સ્કોરની આશા રાખશે. લિવિંગસ્ટોને તાજેતરમાં ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તે ટી-૨૦માં સાતત્યપૂર્ણ દેખાવ કરી રહ્યો છે. બોલિંગમાં મોહમ્મદ શમી અને ક્રિસ જોર્ડન અથવા નાથાન ઇલિસ રહેશે. પાવરપ્લેમાં લિવિંગસ્ટોન અને જોસ બટલરના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થયેલો ઇવિન લૂઇસ ઉપયોગી સાબિત થશે. રાજસ્થાન માટે પ્લસ પોઇન્ટ એ છે કે, પંજાબનું બોલિંગ આક્રમણ સહેજ નબળું છે જેમાં શમીને બાદ કરતાં કોઈ વધારે અનુભવી બોલર નથી. આદિલ રાશીદ અથવા રવિ બિશ્નોઇ ઉપર સ્પિન બોલિંગનો મદાર રહેશે.