ભાવનગરમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા મહિલા કોલેજ ખાતે નિરામયા પ્રોજેકટનું ઓપનિંગ રોટરી ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ શેખર મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ અને અન્ય એવર્ન્સનો પ્રોગ્રામ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ આખા ભારતમાં સૌપ્રથમ વાર ભાવનગરના આંગણે શરૂ થયો હતો. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા નિરામયા પ્રોજેકટની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી છે. જે સમગ્ર ભારતમાં સૌપ્રથમ વાર લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ રોટરી ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ શેખર મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. રોટરી ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ શેખર મહેતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ અંતર્ગત 5 લાખથી વધુ બાળકોને સ્વાસ્થ્યને લગતી તમામ તપાસ કરવામાં આવશે અને ખામીઓ દૂર કરવામાં આવશે. તેમજ તમામ બાળકોમાં રહેલી ખામીઓની વિગતો એકઠી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે. ખાસ તો બાળકીઓને તપાસ કરીને તેના સ્વાસ્થ્યને કેવી રીતે સારું રાખી શકાય તેની માહિતી આપવામાં આવશે. જે આ પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ છે.
રોટરી ઇન્ટરનેશનલની સ્થાપના 1905માં પોલ હેરિસે અમેરિકાએ કરી હતી, આજે વિશ્વના 200 જેટલા દેશોમાં 35 હજાર કરતાં વધુ ક્લબોમાં 12 લાખથી વધારે રોટેરિયન મિત્રો સર્વિસ સેલ્ફના સિદ્ધાંત સાથે સમાજની સેવામાં જોડાયેલા છે. 1985માં રોટરી ઇન્ટરનેશનલ વિશ્વમાંથી પોલિયો નાબુદીની બીડું ઝડપ્યું હતું અને પરિણામે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બે દેશ સિવાય વિશ્વમાંથી પોલિયોની બીમારીને દૂર કરી હતી.ભારતમાંથી માત્ર ચાર જ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય પ્રમુખ બન્યાં પોલિયો નાબૂદીના અભિયાન બાદ હવે પછીનું અભિયાન રોટરીનું લક્ષય સાક્ષરતા અભિયાન આગળ ઘપાવ્યું છે. 116 વર્ષના રોટરીના ઇતિહાસમાં ભારતમાંથી માત્ર ચાર જ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય પ્રમુખ બની શક્યાં છે. જેમાંથી વર્ષ 2021-22ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે ભારતના શેખર મહેતાની નિમણૂક થઈ હતી. જે આજે ભાવનગરની મુલાકાતે આવ્યાં છે.
ભાવનગર શહેરમાં ત્રણ રોટરી ક્લબ છે. જેમાં રોટરી ક્લબ ભાવનગર જે 75 વર્ષથી સમાજ સેવા કરે છે, તે સૌથી જૂની છે. બીજી રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન જે 35 વર્ષ જૂની છે, ત્રીજી રોટરી ક્લબ ભાવનગર રોયલ જે 12 વર્ષ જૂની છે. ભાવનગરમાં આ પ્રોજેક્ટની શરૂઆત આંતરરાષ્ટ્રીય પ્રમુખના હસ્તે લોન્ચિંગ રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના યજમાને રાખવામાં આવ્યો હતો. ત્રણેય ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જેમાં મુખ્યત્વે નાના બાળકોમાં વેક્સિનેશન, સ્કૂલબેગનું વિતરણ, વોટર બેગનું વિતરણ, બાળકો માટે લાયબ્રેરીની સુવિધા, રાહત દરે લેબોરેટરી અને મેડિકલ ઉપયોગિતાના સાધના અને જરૂરિયાતો મેડિકલ ટ્રીટમેન્ટ એ પણ રોટરી ક્લબ ભાવનગર દ્વારા આપવામાં આવે છે. આ પ્રસંગે પ્રોજેક્ટના ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડો.ગીરીશભાઈ વાઘાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન, સર્વિસ પ્રોજેકટ રોટીરિયન નિહિર દવે, ડિસ્ટ્રિક્ટ સક્રેટરી ચિરાગ ત્રિવેદી તથા પરિમલ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.