રેલવેમાં ઉત્તમ કામગીરી કરવા બદલ ભાવનગરના ૪ કર્મચારીઓનું સન્માન કરાયું

152

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલ પર સંરક્ષા પ્રત્યે જાગરૂકતા તથા સતર્કતા સાથે ઉત્તમ કાર્ય કરવા વાળા ૪ રેલવે કર્મચારિયો ને પશ્ચિમ રેલેવ ના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ અને ડીઆરએમ ભાવનગર ડિવિઝન શ્રી મનોજ ગોયલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માં એડીઆરએમ શ્રી સુનીલ આર. બારપત્રે એ મેડલ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા.
ડીઆરએમ શ્રી મનોજ ગોયલે કહ્યું કે રેલવેમાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક રેલવે કર્મચારી આ માટે સજગ રહે છે. ફરજ પર હોય ત્યારે તેમની તીક્ષ્ણ દૃષ્ટિ અને કામ પ્રતિ સતર્કતા ટ્રેન અકસ્માતોની શક્યતાને દૂર કરે છે. આ કુશળ અને જાગૃત રેલ કર્મચારિયો અન્ય રેલવે કર્મચારીઓ માટે અનુકરણીય ઉદાહરણ બને છે. મે, જૂન અને ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન, મંડલના સંરક્ષા ક્ષેત્ર માં ઉત્તમ કાર્ય કરવા વાળા ૪ રેલવે કર્મચારીઓ, જેમણે સલામતી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે, તેમને “મેન ઓફ ધ મન્થ” નો ખિતાબ આપવામાં આવ્યો અને મેડલ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા. સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી અજીતસિંહ ચૌહાનના જણાવ્યા મુજબ, ડિવિઝનના ૪ રેલ્વે કર્મીઓ પૈકી જેમણે ઉત્તમ કામગીરી કરી છે તેમના નામ આ મુજબ છે- શ્રી રમાકાંત રાય (સિનિયર ગુડ્‌સ ગાર્ડ-બોટાદ), શ્રી અજય બી. ખડસે (પી મેન-માળીયા હાટીના), શ્રી જી. આર. ટાંક (લોકો પાયલટ-જુનાગઢ) અને શ્રી સંતોષકુમાર મીણા (સ્ટેશન માસ્ટર-ઉજલવાવ), જેમણે સંભવિત ટ્રેન અકસ્માતોને રોકવા માટે સમયસર લગન, નિષ્ઠા અને મહેનતથી સમય રહેતા કામ કર્યું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, જેથી શક્ય અકસ્માતો રોકી શકાયા. શ્રી રમાકાંત રાય (સિનિયર ગુડ્‌સ ગાર્ડ-બોટાદ) ને જનરલ મેનેજર સ્તરે અને બાકીના ૩ કર્મચારિયો ને ડિવિઝનલ રેલવે મેનેજર સ્તરે પુરસ્કાર આપવામાં આવ્યા છે.

Previous articleભારતમાં સૌપ્રથમ વાર ભાવનગરના આંગણે નિરામયા પ્રોજેકટ રોટરી ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ શેખર મહેતાના હસ્તે લોન્ચ કરાયો
Next articleભાવનગર યુનિવર્સિટીમાં મટીરીયલ્સ સાયન્સ વિષય પર સંપૂર્ણ પરિષદ