ભાવનગર યુનિવર્સિટીમાં મટીરીયલ્સ સાયન્સ વિષય પર સંપૂર્ણ પરિષદ

837

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના ભૌતિકશાસ્ત્ર ભવન ખાતે તા.૨૧/૦૯/૨૦૨૧ના રોજ ભવનના વડાશ્રી પ્રો . એસ.પી. ભટનાગરના અધ્યક્ષ સ્થાને એકદિવસીય રાષ્ટ્રીય પરિષદ , એડવાન્સ ઇન મટીરીયલ્સ સાયન્સ : ચેલેજીસ એન્ડ ઓપર્ચ્યુનિટીઝ (છસ્જીર્ઝ્રં – ૨૦૨૧)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોત્સાહક અને મુખ્ય મહેમાન તરીકે કુલપતિ મહિપતસિંહ ચાવડા તથા અન્ય મહેમાનોમાં ચારૂસેટ યુનિ.ના આઇ.સી.સી ફાઉન્ડર ડાયરેક્ટર પ્રોફેસર પંકજ જોષી. સી.એસ.એસ.સી.આર.આઇ, ભાવનગરના ડાયરેક્ટર ડૉ. કન્નન નિવાસન, પી.આર.એલ. અમદાવાદના ડીન તથા સ્પેસ મીશન, પી.આર, એલના ચેરમેન ડૉ.ડી. પલ્લમરાજુ, પી.ડી.પી.આઇ. એ.એસ – ચાંગાના પ્રો. આર.વી. ઉપાધ્યાય તથા એમ.એસ. યુનિવર્સિટી-વડોદરાના પ્રો.ડૉ. પી.કે. ઝાએ હાજરી આપી આ એક દિવસીય પરિષદની શોભા વધારી હતી . કાર્યક્રમમાં ચારૂસેટ ચાંગાના આઇ.સી.સી. ફાઉન્ડર ડાયરેક્ટર પ્રોફેસર પંકજ જોષી એ પ્રો.કે.એલ, નરસિમ્હા મેમોરીયલ લેયર અંતર્ગત કોસ્મોલોજી તેમજ બ્લેકહોલના અસ્તિત્વ વિશેની માહિતી આપી તથા ગરૂત્વાકર્ષણ માટેની ક્વોન્ટમ થિયરીના ભવિષ્યના દ્રષ્ટિકોણ અને તકો વિશે પણ જાણકારી આપી હતી. સી.એસ.એમ.સી.આર.આઇ , ભાવનગરના ડાયરેક્ટર ડૉ. કન્નન શ્રીનિવાસને સી.એસ.આર.આઈ – સી.એસ. એમ.સી.આર. આઇ. ભાવનગર ખાતે મટરીયલ્સ પર થતા સંશોધનો પર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે આવા સંશોધનોના વિવિધ ક્ષેત્રોમાં રહેલ પડકારો તથા તકો અને સી.એસ.એમ.સી.આર.આઇ – ભાવનગર ખાતે પ્રવર્તમાન સંશોધનો વિશે પણ માહિતી આપી હતી . પી.ડી.પી.આઇ.એ.એસ – ચાંગાના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. આર.વી. ઉપાધ્યાયે પણ ઓનલાઇન મોડ વડે પોતાનું વક્તવ્ય આપ્યું જેમાં મટીરીયલ સાયન્સમાં થતા સંશોધનો કેવી રીતે સફળ ઔદ્યોગિક ઉત્પાદનમાં પરિવર્તિત તઇ શકે તે વિશે જણાવ્યું હતું. પી.આર.એલ, અમદાવાદના ડીન તથા સ્પેસ મિશન, પી.આર, એલના ચેરમેન ડૉ. ડી પલ્લમરાજુએ અવકાશી વિજ્ઞાનમાં મટીરીયલ્સ સાયન્સની અગત્યતા અને પડકારો વિશે વ્યાખ્યાન આપ્યું હતું તેમણે ઉપગ્રહો તથા પેલોડ પરના વર્તમાન જોખમો પર અને ભવિષ્યમાં સ્પેસ મિશનને સાકાર કરવા જરૂરી મટીરીયલ્સની અગત્યતા અને તેની વિશેષતા અંગે પણ જાણકારી આપી હતી. ત્યારબાદ એમ.એસ. યુનિવર્સિટી – વડોદરાના પ્રો. ડૉ. કે.પી. ઝાએ થર્મોઇલેક્ટ્રીક મટીરીયલ્સ અને તેની નજીકના ભવિષ્યમાં ઉપયોગીતા વિશે વક્તવ્ય આપ્યું હતું તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેવી રીતે સૈધ્ધાંતિક પ્રયોગ સીમ્યુલેશન્સ પણ મટીરીયલ્સ સાયન્સના સંશોધનમાં અગત્યનો ભાગ ભજવી શકે.
આમ, દરેક વક્તવ્યો માહિતી સભર, પ્રેરણદાયી અને એકબીજાના પુરક બની રહ્યા હતા, આ પરિષદ દરમિયાન ૩૦ વર્ષ કરતા વધુ સમયથી સેવા આપતા ભૌતિકશાસ્ત્રભવનના વડા પ્રો. એસ. પી.ભટ્ટનાગરને તેમના શૈક્ષણિક કાર્ય, સંશોધન કાર્ય અને કુદરતી આફતોના સમયે ઉપયોગી ઉપકરણ એવા હેમ રેડિયોના ભાવનગર ખાતે પ્રચાર તથા પ્રસારની તેમની સેવાઓને બિરદાવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleરેલવેમાં ઉત્તમ કામગીરી કરવા બદલ ભાવનગરના ૪ કર્મચારીઓનું સન્માન કરાયું
Next article“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વીજ સલામતી અને ઊર્જા બચત રેલીનું આયોજન કરાયું