અજંતાની ગુફાઓ, ભારતભરમાં તેમના ચિત્રોને લીઘે ખૂબ જ પ્રખ્યાત છે.તે ચિત્રો જોવા, કલપ્રેમીઓ દેશ- પરદેશ થી જોવા જાણવા માટે આવે છે.ચિત્રો આજે પણ એટલા જ તાજા, અને તેના વિષયને લઈ ને, લોકોને આકર્ષિત કરે છે. તે ચિત્રોની અનુકૃતિ, ભાવનગરના ખોડીદાસભાઇ પરમાર સહીત સિઘ્ઘહસ્ત ૩૮ ચિત્રકારોએ, તેમના કેનવાસ પર ઉતાર્યો છે. અને ૫૫ જેટલા ચિત્રો બનાવ્યા છે.આ પ્રસંગને શોભાવવા માટે ભાવનગર શહેર ભાજપા પ્રમુખશ્રી રાજીવભાઈ પંડયા,નિશીથભાઈ મહેતા, તેજશભાઈ શેઠ, શ્રીગિરીશભાઈ શેઠ, કલ્પનાબેન સલોત, ડૉ.મહેન્દિ્સંહ પરમાર, ઊષાબેન પાઠક,ભાગઁવીબેન ભટ્ટ પઘારશે.તે જોવાનો લહાવો, ભાવનગરમાં ખોડીદાસ પરમાર આટઁ ગેલેરી સરદાર નગર ખાતે. આપ સૌ કલપ્રેમીઓ ને આમંત્રણ પાઠવીએ છીએ. તો આપ જરૂર થી આવશો. પ્રદશઁન તા- ૨૪-૦૯-૨૦૨૧ના સાંજે ૬ઃ૪૫ ઑપનિગ રહેશે.જ્યારે ૨૫શ્ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે૧૦ થી રાત્રિના ૮ વાગ્યા સૂઘી ખુલ્લુ રહેશે.