મુંબઈ ,તા.૧૭
રાહુલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)માં પંજાબ કિંગ્સના કેપ્ટન છે. ગાવસકરે કહ્યું કે તેણે આઇપીએલમાં ઘણી પ્રભાવશાળી કેપ્ટનશીપ કરી છે. તેણે કેપ્ટનશીપના બોજની અસર પોતાની બેટિંગ પર પડવા દીધી નથી. તેના નામ પર વિચાર કરી શકાય છે.મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરને લાગે છે કે કેએલ રાહુલમાં કેપ્ટનશીપ સંભાળવાની કાબેલિયત છે અને તેને ભારતીય ક્રિકેટ ટીમના ભાવિ કેપ્ટન તરીકે તૈયાર કરવા જોઇએ. વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી૨૦ કેપ્ટનશીપમાંથી હટવાની જાહેરાત કર્યા બાદ ગાવસકરે આ ટિપ્પણી કરી. કોહલીની જગ્યાએ હવે રોહિત શર્મા ભારતની ટી૨૦ ટીમના કેપ્ટન બનાવા માટે તૈયાર છે. ગવાસકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એ સારી વાત છે કે BCCI આગળનું વિચારી રહી છે. ભવિષ્ય અંગે વિચારવું મહત્વનું છે. તેમણે કહ્યું કે જો ભારત નવો કેપ્ટન તૈયાર કરવાનું વિચારી રહ્યું હોય તો કેએલ રાહુલને જોઇ શકે છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે. એટલે સુધી કે ઇંગ્લેન્ડમાં સારી બેટિંગ કરી હતી. તો આઇપીએલ અને ૫૦ ઓવરની ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેને વાઇસ કેપ્ટન બનાવી શકાય છે.