રાજુલાની ધારવડી નદીમાં થતી લાખો રૂપિયાની રેતી ખનીજ ચોરી પર ડેપ્યટી કલેકટર ડાભીની લાલઆંખ ભૂ માફીયા સામે ટીમ સાથે ત્રાટકી રૂા.૫૦ લાખનો મુદ્દામાલ હાથ લાગ્યો પાંચ વાહનો અને રેતીના ટન મોઢે ‘ઢગ’હાથ લાગ્યા જેમાં ૧ લોડર, ૧ જેસીબી, ટ્રેકટર ૨ ટ્રકો મળી કુલ પાંચ વાહનો રંગે હાથ ઝડપી ખાણ ખનીજને રીપોર્ટ કર્યો હતો.
બાબરીયાવાડમાં દિવસે દિવસે ભૂ માફીયાઓ સક્રીય થયા છે અને ખાણ ખનીજ વિભાગની મીલીભગતથી જ આવા અધધ કૌભાંડો ડેપ્યુટી કલેકટર ડાભી એક પછી એક કરોડો રૂપિયાની ખનીજ ચોરી રંગે હાથ પકડતા જાય છે તેમા ગઈકાલે ડેપ્યુટી કલેકટર ડાભીને અંગત બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી જેમા ૩ સર્કલ ઓફીસરો, ૮ રેવન્યુ તલાટીઓ સહીત સ્ટાફે રેતી ખનીજ સંપત્તી લુટતા ભૂ માફીયાઓ પર ત્રાટકીને રંગે હાથ દબોચી લીધા આ ધાતરવડી નદીમાં દરોડો પાડતા ભૂ માફીયા પોતાના રેતી ભરેલ વાહનો મુકીને ભાગવામા સફળ થયા પકડી પાડેલ રેતી ભરેલ વાહનોમાં ૨ ટ્રકો ૧ ટ્રેકટર, તેમાં ભરવા માટે ૧ જીસીબી ૧ લોડર સહિત અને ૧૨૦૦ ટન રેતીનો ઢગલા સહિત પકડી પાડી કુલ પાંચવાહનોને કબ્જામાં લઈ આશરે ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલા આ અગાઉ પણ ડેપ્યટી કલેકટર ભૂ માફિયાઓ પર ત્રાટકી રંગે હાથ પકડી ખાણ ખનીજને રીપોર્ટ કરી ખાણ ખનિજ વિભાગ પાસે નેશનલ હાઈવેના કોન્ટ્રાકટર એગ્રો કંપની પર કેસ કરી રૂા. સાડા પાંચ કરોડનો દંડ પણ ફટકારાયેલ પણ હવે તો સર્વ જનતામાં અને સ્થાનીક તંત્રમા વિશ્વાસ બેસી ગયો છે કે આવા ભૂ માફીયા એકદમ સક્રીય થઈ સરકાર ને કરોડો રૂપિયાનો ચુનો લગાવવામાં ખાણ ખનીજ વિબાગની મીલીભગતથી જ સક્રીય બન્યા છે અને આ રેડમાં પોલીસ તંત્રને પણ સાથે રાખેલ સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી કામગીરી થયેલ આવી જબ્બરજસ્ત માફીયાગીરી દિવસે દિવસે રાજુલા, જાફરાબાદ તાલુકામાં વધતી અને ફુલી ફાલી થતી જાય છે જેની હવે ડેપ્યુટી કલેકટર દ્વારા જીણવટ ભરી ખાનગી રાહે ગ્રામ્ય વિસ્તારોના સરપંચોની રજુઆતોના પગલે કોઈ પણ જાતની ખનીજ ચોરી જેવી કે નદી કે દરીયાની કીમતી રેતી ખનીજ કે નેશનલ હાઈવે નવા બનતા ફોરટ્રેક રોડ પર નંખાતી કીમતી માટી પથ્થર ક્યા ક્યા ગામથી કોની મહેરબાનીથી ખનીજ ચોરી કરે છે તેની ખાનગી ટીમો કાર્યરત કરવામાં આવી છે.