ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને ગુજરાત સરકારના પ્રવકતા સાથે ભાવનગર મહાનગરપાલિકાના હોદેદારોએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધરીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ, દંડક પકંજસિહ ગોહિલ, ભાવનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરો તથા શહેર ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર સંગઠનના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, શહેર સંગઠનના મંત્રી, બક્ષીપંચ મોરચાના પ્રભારી તથા હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.