દુકાન ધારકે લેખીતમા સાત દિવસની મુદત માંગતા કામગીરી મોકૂફ રાખવામાં આવી
ભાવનગર મહાનગરપાલિકા ની દબાણ હટાવ સેલની ટીમ શહેરના ટોપ-થ્રી પાસે ગેરકાયદે ચણાઈ રહેલ દુકાનોના ડિમોલેશન માટે પહોંચી હતી દરમ્યાન દબાણ કર્તા આસામીએ દિવસ સાતમા દબાણો સ્વયં દૂર કરવાની ખાત્રી આપતાં ટીમ 7 દિવસની મહેતલ આપી પરત ફરી હતી. શહેરના ટોપ-થ્રી સર્કલથી એરપોર્ટ તરફ જવાનાં રોડપર સરકારી જમીન પર લલીત ધાધલ્યા નામનાં શખ્સે ગેરકાયદે આઠ દુકાનો નો ઈમલો ખડકી દિધો હતો અને હાલમાં પણ નિર્માણ કાર્ય શરૂ હોય જે અંગેની જાણ મહાનગરપાલિકા ની ટીમને અગાઉ નોટિસ ફટકારી હતી આમ છતાં કામગીરી શરૂ હોય આથી દબાણ હટાવ સેલ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ડિમોલેશન ની કાર્યવાહી હાથ ધરતાં દબાણ કર્તા આસામી લલીત આવી પહોંચ્યો હતો અને અધિકારીઓ પાસે દબાણ પોતે દિવસ સાત માં દૂર કરી આપવાની લેખિત ખાત્રી આપતાં ટીમે કામગીરી પડતી મૂકી ટીમ પરત ફરી હતી.