આજે રાજુલા માર્કેટ યાર્ડ ખાતે ભાજપની મુળ વિચારધારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત પ્રદેશ ભાજપના હોદ્દેદારોથી લઈ તાલુકાભરના કાર્યકરો તમામ સરપંચોને દરેક ગામોના તળાવો ઉંડા ઉતારવાના ફોમ સ્વીકારાય તેમજ ભર ઉનાળે પીવાના પાણીની ચર્ચાઓ કરાઈ આજે રાજુલા માર્કેટયાર્ડ ખાતે ભાજપની મુળ ભારતીય વિચારધારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત પ્રદેશ ભાજપના હોદ્દેદારોથી લઈ તાલુકા ભરના કાર્યકરોથી તમામ ગામના સરપંચોની અતિ અગત્યની મીટીંગ યોજાઈ જેમાં દરેક ગામના જુના તળાવો ઉંડા ઉતારવા માટે ખાસ એજન્ડા સાથે દરેક ગામના સરપંચોના વીગતવાર અરજીફોર્મ લેવામાં આવ્યા જેમાં ભાજપના જ ૨૦ હોદ્દેદારોની બે વિભાગમાં ટીમો બનાવી સ્થળ પર રૂબરૂ કામ કરાવવા સુધીના અગત્યના નિર્ણયો પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાળા, સંસદીય માજી સચીવ હીરાભાઈ સોલંકીની દેખરેખ નીચે કામો શરૂ કરાશે આ મીટીંગમાં માજી કૃષી મંત્રી વીવી વઘાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, માર્કેટયાર્ડ ઉપપ્રમુખ સામતભાઈ વાઘ, પ્રતાપભાઈ સરપંચ ઉચૈયા, તખુભાઈ સરપંચ ભચાદર, તાલુકા ભાજપ મંત્રી કનુભાઈ ધાખડા વાવેરા, મહેન્દ્રભાઈ ધાખડા, પરેશભાઈ લાડુમોર, કમલેશભાઈ મકવાણા, વીકટર, તેમજ મહિલા પાંખના રેખાબેન ચૌહાણ, વંદના બહેન મહેતા, રેખાબેન ઉમટ, પ્રવિણબેન જાની, ભાવનાબેન બાંભણીયા અને ગીતાબેન જેઠવા સહિત મહિલા પાંખના હોદ્દેદારોની હાજરી રહેલ તેમાં પ્રદેશ ભાજપના મહેશભાઈ દ્વારા કહેલ કે ભાજપના કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં હારે કે જીતે તેની સાથે કોઈ મતલબ નથી કે આ મીટીંગ આગામી ૨૦૧૯ની ચૂંટણીને અનુલક્ષીને પણ નથી આ મીટીંગ દરેક જિલ્લા તાલુકામાં આજે થાય છે. અને તે છે મુળ ભાજપ પરીવારની જનતા લક્ષી કામો કરવાની વિચારધારા તેમા આ સુજલામ સુફલામ યોજનાથી દરેક ગામોના તળાવો ઉંડા ઉતારવાની કામગીરીમાં વાહનો લોક ફાળાથી લાવશે જેમા લોડર, જેસીબીથી ટેકટરો સુધીના વાહનોથી તળાવ ઉંડા ઉતરાવાશે તે તમામ વાહનોનું ડીઝલ સરકાર તરફથી અપાશે.