ભાવ. ડિવિઝનમાં રેલવે કામદારોએ રેલવે પરિસર, કોચિંગ ડેપો અને આરોગ્ય એકમોની સફાઈ કરી તેમને ચમકાવ્યા

135

૧૬ સપ્ટેમ્બરથી ભાવનગર રેલવે ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડા અંતર્ગત ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને “સ્વચ્છ કેમ્પસ દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો. મંડલના તમામ સ્ટેશનો/ ડેપો/ હોસ્પિટલો/ આરોગ્ય એકમો/ કોલોની/રનિંગ રૂમ વગેરેની સઘન સફાઈ કરવામાં આવી હતી. પાર્કિંગ વિસ્તાર અને સર્કુલેટિંગ એરિયામાંથી કચરો દૂર કરવામાં આવ્યો હતો. મચ્છરોથી બચવા માટે ધુમાડો કરવામાં આવ્યો હતો. પર્યાવરણની સુંદરતા જાળવવા માટે વૃક્ષોની છંટાઇ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા.
૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ “ક્લીન ડેપો/યાર્ડ/શેડ/રેલવે સ્કૂલ” દિવસ તરીકે મનાવવામાં આવ્યો. આ સ્થળોએ સંપૂર્ણ સફાઈ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મચ્છરોથી બચવા માટે ફ્યુમિગેશન અને એન્ટિ-લાર્વા સ્પ્રે પણ છાંટવામાં આવ્યા હતા.

Previous articleઆઝાદીના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં પરિસંવાદ યોજાયો
Next articleલાલવાવટાના નેજા હેઠળ કંસારાના કાંઠાના વિસ્થાપિતોનું સંમેલન મળ્યું