ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ સંદર્ભે ધારાસભ્ય,મંત્રી વિપક્ષી નેતા સહિતનાઓને રજૂઆત કરાશે
ભાવનગર શહેરના કંસારાના કાંઠે વસતાં ઝુંપડપટ્ટી ધારકોનુ એક વિશાળ સંમેલન લાલવાવટાના વડપણ હેઠળ શહેરના મોતીબાગ ખાતે યોજાયું હતું જેમાં વિસ્થાપિત પરિવારોને આવાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ વિસ્થાપિતોના ચાર પ્રશ્નો સંદર્ભે આગામી દિવસોમાં ભાવનગર શહેર પૂર્વ મતક્ષેત્રના ધારાસભ્ય તથા રાજ્યના શિક્ષણ મંત્રી વિરોધ પક્ષના નેતા સહિતનાઓને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના કંસારાકાંઠાના વિસ્થાપિતોના પ્રાણ પ્રશ્નોના સત્વરે ઉકેલ તથા આ લોકોને તત્કાળ આવાસ ઉપલબ્ધ બને એ હેતુસર લાલવાવટાની આગેવાની હેઠળ શહેરના મોતીબાગ ખાતે સંમેલન યોજાયું હતું જેમાં સીપીએમ ના નેતા અરૂણ મહેતાએ કંસારા શુદ્ધિકરણ પ્રોઝેકટને વિકાસ સાથેનો વિનાશ ગણાવ્યો હતો તથા ૪ મુદ્દાઓ જેમાં સમગ્ર પ્રોજેક્ટ ની પહોળાઈ આરંભથી અંત સુધી ૩૦ મીટરની રાખવામાં આવે, ડિમોલેશન શરૂ કરતાં પૂર્વે વિસ્થાપિતો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવે, સ્થાનિકો સાથે સમન્વય સાધી કામગીરી શરૂ કરવામાં