વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિનું કાર્ય હાથ ધરાતું હોય છે તે સંદર્ભે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સમાજ સેવા શિબિરનું આયોજન ભાવનગર મહાપાલિકા અર્બન મેલેરિયા વિભાગના સહયોગથી યોજવામાં આવેલ. સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા સવારે ૯ થી ૧ર દરમ્યાન ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૦૦ જેટલી પત્રિકાનું વિતરણ કરી જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવેલ. જ્યારે સાંજે ગિજુભાઈ કુમાર મંદિર ખાતે મેલેરિયા સ્લાઈડ કલેક્શનનું કામ હાથ ધરવામાં આવેલ જેનો ૧૦૦થી વધુ સ્કાઉટ-ગાઈડ અને વાલીઓએ લાભ લીધો હતો અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગોથી બચવા શું કાળજી રાખવી તેનું પ્રદર્શન અર્બન મેલેરિયા વિભાગ દ્વારા મુકવામાં આવેલ જેનો લાભ બહોળી સંખ્યામાં બાળકો અને વાલીઓએ લીધો હતો.