નવી દિલ્હી, તા.૨૩
અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક અસર છે. આવી સ્થિતિમાં વિશ્વની નજર પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન યોજાનારી તમામ બેઠકો પર છે.પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે. આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળવાના છે. પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવાનો છે. ત્યાં, વડા પ્રધાન સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને પણ સંબોધિત કરશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસ માટે અમેરિકા પહોંચ્યા છે. ભારતીય સમયાનુસાર ગુરૂવારે સવારે પીએમ મોદી વૉશિંગ્ટન પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ. હવે આજથી જ પીએમ મોદી પોતાની બેઠકમાં જશે. જેમાં પહેલા દિવસે કેટલીક કંપનીના ઝ્રર્ઈં સાથે મુલાકાત પણ થવાની છે.
કોરોના સંકટ કાળની વચ્ચે પહેલીવાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશ યાત્રા થઈ રહી છે. ગુરૂવારે સવારે લગભગ સાડા ત્રણ વાગે (ભારતીય સમયાનુસાર) જ્યારે પીએમ મોદી વૉશિંગ્ટન પહોંચ્યા ત્યારે ત્યાં ભારતીય સમુદાયે તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ તમામનો આભાર માન્યો. સાથે જ ટ્વીટર પર તસવીર પણ શેર કરી. આજે વડા પ્રધાનની કેટલીક મહત્વની મુલાકાત છે. આ દરમિયાન તેઓ કેટલીક કંપનીના ઝ્રર્ઈં સાથે મુલાકાત કરશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.