કલાનું પિયર ભાવેણાની ધરામાં ઉદ્દભવેલા અનેક કલાકારોએ વિશ્વ કલામંચને અનેક પ્રકારની બહુમુલ્ય કલાની મોંઘેરી ભેટ ધરી ભાવેણાનું નામ દુનિયાભરમાં સિમાચિહ્ન કર્યુ છે ત્યારે આવો એક વધુ યશકલગીનો તેમાં ઉમેરો થયો છે. ભાવનગરના કલાકસબી મનુભાઈ દિક્ષિત વર્તમાન સમયે પોલેન્ડમાં રહી ત્યાંની પ્રજાને ભારતીય સંસ્કૃતિ તથા શાસ્ત્રીય નૃત્ય કથ્થક શીખવાડી ભારતવર્ષનું નામ ઉજળુ કરી રહ્યાં છે.