ગારીયાધાર પોલીસે કુલ રૂ.17 હજાર 940 નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાલડી ગામે ગેરકાયદે માદક પદાર્થ કાલાનું વેચાણ કરતાં શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી પોલીસે કુલ રૂ.17 હજાર 940 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર, ગારીયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફ ને ફરિયાદ મળી હતી કે, ગારીયાધાર તાલુકાના પાલડી ગામે આવેલ શિવાલય પાછળ રહેતો શખ્સ ગેરકાયદે પોષ-ડોડા નું વેચાણ કરે છે. બાતમીના આધારે ગારીયાધાર પોલીસની ટીમે પાલડી ગામે શિવમંદિર પાછળ રહેતા લાલપરી ભીખુપરી ગોસ્વામીના રહેણાંકી મકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત માદક પદાર્થ પોષ-ડોડા અને કાલાનો 4.980 કિલોગ્રામ કિંમત રૂ.14 હજાક 940 સાથે એક મોબાઈલ મળી કુલ રૂ.17 હજાર 940 ના મુદ્દામાલ સાથે લાલપરી ભીખુપરી ગોસ્વામી ની નાર્કોટીક એક્ટ હેઠળ ધડપકડ કરી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.