મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.એ. માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીની માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા બી.એ.માં પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઓરીએન્ટેશન માં ભાવનગર જીલ્લાના શિક્ષણવિદો દ્વારા તેમણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્યારે વિધાર્થીને મોબાઈલ, ટેલીવીઝન અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો આવી ગયા હોવાથી વિધાર્થીઓ ની વાંચન વિષે ની રૂચી ઓછી થતી જાય છે . તેમાં પણ અત્યારે કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ થઇ જવાથી વિધાર્થીઓ પુસ્તક વાંચન ને બદલે મોબાઈલ તરફ વળ્યા છે . ભાવનગર જીલ્લાના શિક્ષણવિદ નરેશ મહેતા સાહેબે પુસ્તક ના વાંચન થી શું શું ફાયદા થાય છે અને જીવનમાં પુસ્તક એજ આપણો સાચો મિત્ર છે તે અંગે વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું.