છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧૩૮૨ નવા પોઝિટિવ કેસ

116

દેશમાં ૨૪ કલાકમાં ૩૧૮ દર્દીનાં મોત : એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો, વેક્સિનેશનનોે આંક ૮૪ કરોડથી વધુ, કુલ મૃત્યુઆંક ૪ લાખ ૪૬ હજારને પાર

નવી દિલ્હી, તા.૨૪
ભારતમાં કોરોના વાયરસના મામલા ૩૦ હજારની ઉપર જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ સંક્રમણના ૩૧ હજાર ૩૮૨ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સાધારણ ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં ગત એક દિવસમાં ૧૯,૬૮૨ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૩,૩૨૦ લોકો સંક્રમિત થયા છે. શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૩૮૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૯૪,૮૦૩ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૪,૧૫,૧૮,૦૨૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૨,૨૦,૬૪૨ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૪૮ હજાર ૨૭૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૫૪૨ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૦,૧૬૨ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૬,૩૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૯૯,૩૨,૭૦૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૫,૬૫,૬૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના કેસોમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૬ કેસ નોંધાયા છે. જેની સામે ૧૯ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ ૧૪૦ એક્ટિવ કેસ છે, જેમાં ૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૩૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૫૫૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Previous articleદિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ : ત્રણના મોત
Next article૫૬ યુદ્ધ વિમાન ખરીદવા ભારતના સ્પેન સાથે કરાર