ભાવનગર શહેરમાં શહેરીજનો માટે રોડપર રખડતાં ભટકતા પશુઓ એ એક કાયમ માટે નો એક વણ ઉકેલ કોયડો અને યક્ષ પ્રશ્ન બનીને રહ્યો છે ત્યારે ચોમાસામાં રેઢીયાર પશુનો મુદ્દો વિકરાળ અને વિકટ પ્રશ્ન સાબિત થાય છે ત્યારે સત્તાધીશો પર પ્રેશર આવતાં આવાં પશુઓને પકડવાનો ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ અહીં સમસ્યા નો ઉકેલ નથી આવતો કોન્ટ્રાક્ટટર દરરોજ ફક્ત ૨૦ પશુ જ પકડશે તો બીજી તરફ પકડાયેલ પશુઓને સાંચવવા કે રાખવાની પાંજરાપોળ ધારકોએ પણ સ્પષ્ટ નનૈયો ભણી દેતાં રેઢીયાર પશુનો મુદ્દો તંત્ર માટે પણ માથાના દુઃખાવા સમાન બન્યો છે. રખડતા ઢોરનો મુદ્દો કોર્ટ સુધી પહોંચવા છતાં ન્યાયદાતાઓ પ્રજા માટે અતિ વિકટ અને કષ્ટદાયી રેઢીયાર પશુના મુદ્દે ન્યાય- સમાધાન આજદિન સુધી આપી શકયા નથી એવાં આ યક્ષ પ્રશ્નને લઈને ચોમાસાના ચાર માસ સુધી આ મુદ્દે શહેરીજનોની રીતસર કપરી કસોટી થાય છે શહેરના રાજ માર્ગો પરથી પસાર થતાં લોકોને રેઢીયાર પશુઓના છડેચોક અર્ડિંગાઓ ને પગલે તેઓ કોઈ રોડપરથી પસાર થતા હોય એવું નહીં પરંતુ રણ- સમરાંગણમાં કોઈ “યુધ્ધ કોઠા” માથી પસાર થતાં હોય એવી અનુભૂતિ ચોક્કસ કરાવે છે.
રખડતા ઢોરની અડફેટે અનેક વાહન ચાલકો તથા રાહદારીઓ આવતા ઇજા અને મોતના બનાવો પણ બનેલા છે અગાઉ પૂર્વ ડે.મેયર તેમજ એક વરિષ્ઠ પત્રકાર સહીત અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા મૃત્યુ પામેલ છે. ત્યારે રખડતાં ઢોરનો પ્રશ્ન તંત્ર માટે પણ માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા તેનો ઉકેલ લાવવો જરૂરી છે.