મુંબઈ,તા.૨૪
બિગ બોસના ચાહકો માટે ગુડ ન્યૂઝ એ છે કે ૨ ઓક્ટોબરે તેનું ગ્રાન્ડ પ્રીમિયર થવાનું છે. શોના લોન્ચ સમયે સલમાન ખાને ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેને આપવામાં આવતા ફી પેકેજ વિશે પણ મજાક કરી હતી. બોલિવુડ સુપરસ્ટાર, કે જે ઘણા સમયથી ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો હોસ્ટ કરી રહ્યો છે તેણે પોતાની ફી વધારવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ’હું મેકર્સને કહેતો રહુ છું કે ઘણું હાર્ડ કરું છું. તેમણે તે અંગે વિચાર કરવો જોઈએ અને મારી સેલેરી વધારવી જોઈએ, પરંતુ કોઈ સાંભળતું નથી. હું માત્ર ભગવાનને પ્રાર્થના કરતો રહું છું કે, એક સમય એવો આવે જ્યારે ચેનલ મને કહે કે સલમાન અમે તારી સેલેરી વધારીશું અને હું તેમને કહીશ કે, ના ના રહેવા દો. શું તમને ખરેખર લાગે છે કે આવું થઈ શકે છે. દર વર્ષે સલમાન ખાનની ફીને લઈને અફવા ઉડતી રહે છે. આ વર્ષ પણ અપવાદ નથી. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને ૧૪ અઠવાડિયા માટે બિગ બોસ ૧૫ હોસ્ટ કરવા ૩૫૦ કરોડ રૂપિયા લીધા છે. વર્ષ જતા, તેની ફીમાં તીવ્ર વધારો કરવામાં આવે છે અને તે હકીકત છે કે હોસ્ટ તરીકે લોકો તેને પસંદ પણ કરે છે. બિગ બોસ ૧૫ની જંગલ થીમ બાકીની અન્ય સીઝન કરતા અલગ રહેવાની છે. તેમાં પ્રતિક સહજપાલ, અફસાના ખાન, ડોનાલ બિષ્ટ અને ઉમર રિયાઝ ભાગ લેવાના છે. આ સિવાય અન્ય જે કન્ટેસ્ટન્ટ્સના નામની ચર્ચા થઈ રહી છે તેમાં રાખી સાવંતનો પતિ, અફસાના ખાન અને વિશાલ કોટિયન સામેલ છે. આ વર્ષે બિગ બોસ ૧૫ પહેલા, કરણ જોહરે બિગ બોસ ઓટીટી હોસ્ટ કર્યો હતો. શો પહેલીવાર ડિજિટલ પ્લેટફોર્મ પર આવ્યો હતો. દિવ્યા અગ્રવાલ તેની વિનર બની હતી જ્યારે નિશાંત ભટ્ટ સેકન્ડ રનર-અપ રહ્યો હતો તો શમિતા ત્રીજા સ્થાને રહી હતી.