ગુલાબ ચક્રવાતથી પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી

487

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું : ચક્રવાતી તોફાન બે દિવસ સુધી સક્રિય રહી શકે : સોમવારે આ નબળું પડવાની શક્યતા વ્યક્ત કરતું હવામાન ખાતું
વિશાખાપટ્ટનમ, તા.૨૫
ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગમાં ચક્રવાતનુ એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણનુ ક્ષેત્ર બન્યુ છે, આના કારણે આગામી ૧૨ કલાકમાં ચક્રવાતી તોફાનનુ ઝડપી હોવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં ચક્રવાતના કારણે ભારે વરસાદની આશંકા વર્તાવાઈ છે. આ ચક્રવાતને ગુલાબ નામ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, આ ચક્રવાતી તોફાન શનિવાર અને રવિવારે બે દિવસ સુધી સક્રિય રહી શકે છે. સોમવારે આને કમજોર થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર અને આસપાસના મધ્ય બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન વધીને ડીપ ડિપ્રેશનમાં બદલી ગયા છે. જેના આગામી ૧૨ કલાકમાં ઝડપી થઈને ચક્રવાત બનવાની સંભાવના છે. આના ૨૬ સપ્ટેમ્બર સુધી કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના તટને પાર કરવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટીય ક્ષેત્રમાં યેલો એલર્ટ જારી કર્યુ છે.ચક્રવાત ગુલાબના કારણે પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. મંગળવારે કલકત્તા હાવડા, દક્ષિણ અને ઉત્તર ૨૪ પરગણાની સાથે પૂર્વી મિદનાપુરમાં ભારે વરસાદનુ અનુમાન છે. કલકત્તા પોલીસે તોફાન સામે લડવા માટે યુનિફાઈડ કમાન્ડ સેન્ટર નામથી એક કંટ્રોલ રૂમ ખોલ્યો છે. તમામ થાણાને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે. કોસ્ટલ વિસ્તારમાં પણ તોફાન સામે લડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

Previous article૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૯,૬૧૬ કેસ નોંધાયા
Next articleજમ્મુ-કાશ્મીર – લદાખ ભારતનો હિસ્સો હતા, છે અને રહેશે જ