ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં વહિવટી તંત્રને લગતા ઠરાવો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતા.
મળેલી બોર્ડ બેઠકમાં કમિ.ગાંધી, નાય.કમિ.ગોવાણી, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે હાજર રહેલ. આજની બોર્ડ બેઠકમાં પ્રશ્નોતરીમાં કંસારા શુધ્ધીકરણના પ્રોજેકટ મુદ્દે કોંગીના સેવકો જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયા, રહિમભાઈ કુરેશી વિગેરે કેટલાંક પ્રશ્નો ઉભા કરી તંત્ર પાસેથી આ પ્રોજેકટ અંગેની વિગતો માંગી હતી.
આ પ્રોજેકટ અંગે અભયસિંહ ચૌહાણ, યુવરાજસિંહ ગોહિલ વિગેરેએ પણ ભાગ લીધો હતો. જો કે, પ્રશ્નોતરીમાં ચીલાચાલુ પ્રશ્નોની રજુઆતોમાં પ્રોજેકટ કયારે શરૂ થયો કેટલુ કામ થયું કામ પાછળ વિલંબ થવાના કારણો વિગેરે સવાલો ઉભા થયા તેવા પ્રશ્નોના વહિવટી અધિકારીઓ દ્વારા જવાબો કરી દેવાયા હતા. કંસારા શુધ્ધીકરણ પ્રોજેકટ અંગે પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણે ગઢેચી નદી અને કંસારા નદી એવો ઉલ્લેખ કરી તેના કાર્યક્ષેત્ર બાબતે તંત્રની ઉંડાણથી પુછપરછ કરી હતી અને ૬૦૦ થી ૭૦૦ કેપેસીટીની લાઈન અંગે તંત્રે જવાબો પણ દિધા હતા. વિપક્ષે આ પ્રોજેકટના કામમાં ખુબજ મોડુથયાની વાત કિધી હતી, તેમાં પ્રદુષણ સામે દંડો લેવાયાની રજુઆત પણ થયા પામી હતી. ભાજપના નેતા યુવરાજસિંહ ગોહિલે પણ આ પ્રોજેકટ મુદ્દે કેટલીક મહત્વની બાબતો જણાવી હતી.
કોંગીના અરવિંદ પરમારે મચ્છરોના ત્રાસની બાબત જણાવી હતી. કોંગીના નેતા જયદિપસિંહ ગોહિલે રૂપિયા સો-સો કરોડની જમીનો વેંચીને શું વિકાસ કરો છો જમીનો વેચવાનું બંધ કરો તેવો આક્રોસ વ્યકત કર્યો હતો. જયદિપસિંહની આવી રજુઆત ખોટી છે, તેમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુરેશ ધાંધલ્યાએ ખુલાસો કરતા જણાવ્યુ હતુ.
જયદિપસિંહ ગોહિલે સેવા સદનની દુકાનો સડે છે, લોકો આવી દુકાનોનો ટોયલેટ તરીકે ઉપયોગ કરે છે તેવી રજુઆત કરી હતી. સ્વીપર મશીનો બંધ પડયા છે આવા મશીનો ભંગાર હાલતમાં પડયા હોવાની રજુઆત થઈ હતી.
ક્રિકેટ મેદાન માટે જમીન મળવા જયદિપસિંહ અને હરેશ મકવાણાએ રજુઆત કરી. મેયરએ આવા ખરીદાયેલા બંધ પડેલા મશીનો તાત્કાલીક રિપેર કરવા મેયરએ તંત્રને સુચના આપી હતી. લાખોના સાધનો લીધા પણ તેનો ઉપયોગ થતો નથી મશીનો પડયા રહે છે, તેવી પારૂલબેન ત્રિવેદીએ રજુઆત કરી. લીઝ પટ્ટાના મુદ્દે ઈકબાલ આરબે જોરદાર રજુઆત કરી તેમાં ફાઈલો માટે કેટલાંક મહત્વના કાગળો કેમ કાઢી લેવામાં આવે છે, તેવો વહિવટી તંત્રને ભીડવતો પ્રશ્ન રજુ કર્યો. ફાઈલોમાંથી મહત્વના કાગળો કાઢી લેવાય છે તેવા પ્રશ્ને પુર્વ ચેરમને અભયસિંહ ચૌહાણે આવા મહત્વના ડોકયુમેન્ટો કેમ કાઢી લેવામાં આવે છે, તેન કારણો શું તેની વિગતો માંગતા તંત્ર અટવાયું હતુ અને કમીશ્નરથી માંડીને લીંગલ વિભાગો આ મુદ્દામાં દરમ્યાનગીરી કરવી પડી હતી.
અભયસિંહ ચૌહાણે એવો કાનુની મુદ્દો ટાંકયો કે ઠરાવમાં પુરા ડોકયુમેન્ટો ન હોય તો બોર્ડ કેમ નિર્ણય કરી શકે લોકશાહીમાં જન પ્રતિનિધી સર્વો પરી છે, તેમણે એકટમાં શું વિગત છે, તેવી વાત પુછતા કોંગીના રહિમ કુરેશીએ પણ એકટની જોગવાઈ અને તેની કાર્ય પધ્ધતિનો ઉલ્લેખ જણાવેલ,લીંગલ વિભાગે ફાઈલોમાં જરૂરી બધાજ ડોકયુમેન્ટો જોવે તેવો અભિપ્રાય વ્યકત કર્યો હતો. લીઝ પટ્ટા મુદે પણ કેટલાંક મુદ્દા અરવિંદ પરમાર, પારૂલબેન ત્રિવેદીએ પણ રજુ કર્યા હતા.
કોંગીના જયદિપસિંહ ગોહિલે કેપીટલ આવક (સુખડી ઉપજ) વિગેરેની વિગત સાલવાર રજુ કરેલ. બોર્ડમાં એક તબ્બકે શાસક નેતા યુવરાજસિંહ ગોહિલને રજુઆત વેળા મેયરે ટકોર કરી કે, બેસી જાવ અને વિપક્ષી સભ્યોમાં આ બાબતે કંઈક ઉત્તેજના જેવી વાત ફેલાણી.
આજની બોર્ડ બેઠકની ચર્ચા લાંબી ચાલી હતી પરંતુ બધા ઠરાવો સર્વાનુમતે પાસ થયા હતા જો કે, આ બોર્ડ દર વખતના બોર્ડ જેવુ ચીલાચાલુ બોર્ડ બની રહયુ હતુ.