મહુવા-ભાવનગર હાઈવે પર એસટી બસ અને બોલેરો સામ સામે અથડાતા બોલેરોના ચાલકનું ધટના સ્થળે મોત

146

ભાદરોડથી રોહીસા વચ્ચે વડોદરા ડેપોની એસટી બસનો અકસ્માત
ભાવનગર મહુવા હાઇવે પર એસ.ટી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, વડોદરા થી ઉના જતી બસ ભાવનગર હાઈવે ઉપર રોંગ સાઈડ પર ચલાવી સામે થી બોલેરો લોડીંગ ગાડીનું અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ભાવનગર હાઈવે પર ભાદરોડ થી રોહીસા વચ્ચે વડોદરા થી ઉના જય રહેલ એસ.ટી બસે રોંગ સાઈડ પર બેફિકરાઈથી ચલાવી સામેથી પોતાની સાઇડ આવી રહેલ લોડીંગ ગાડી બોલેરો સાથે અકસ્માત થયો હોવાની માહિતી લોકમુખે ચર્ચાઈ રહી છે, જેમાં બોલેરો ગાડીના ડ્રાઈવરનું ગાડીમાં દબાઈ જવાથી જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, પ્રાપ્ત થતી માહિતી મુજબ બોલેરાનાં ડ્રાઈવર નાસીરભાઈ વ્હોરા નામનાં વ્યક્તિનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે, હાલ મૃતકને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે, અકસ્માતના બનાવને લઇ મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleદિવસભર ભારે ઉકળાટ બાદ અસ્સલ મિજાજમાં મેઘરાજાનું આગમન થયું
Next articleવિજ્ઞાન જ્યોતિ-CSIR- જિજ્ઞાસા અંતર્ગત સ્વતંત્રતા ઉત્સવના અમૃતને ચિહ્નિત કરવા માટે વેબિનર