સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય ધોરણ, ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં જન ભાગીદારી અનેનવી પેઢીને સમાજ સેવા ના ગુણો વિકસે અને શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઓછામાં ઓછાં એક બાળકને પૌષ્ટિક ભોજન આપવા અથવા વિતરણ કરવામાં માટે પ્રત્યેક બાળકને પ્રોત્સાહિત કરવામાં આવે તેમજ કુપોષિત બાળકોના પોષણના સ્તરને મદદરૂપ થવા માટે અને બાળકોમાં સામાજિક જવાબદારી અને સ્વયંસેવકની ભાવના પ્રાપ્ત થાય તે માટે સરતાનપર જોળ પ્રા શાળાના શિક્ષક મહેશભાઈ પરમાર દ્રારા કઠોળનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ મારફત આંગણવાડીના બાળકોને કઠોળનું વિતરણ કરવામાં આવેલ હતું.