ગુજરાત સ્થાપના દિનથી રાજયોમાં એક માસનું જળ અભિયાન

1066
gandhi3042018-3.jpg

૧ મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ છે. આ સેલિબ્રેશન અને ખાસ દિવસને લઈને રાજ્ય સરકારે પણ અનેક પાણી સંબંધિત નવી યોજનાઓ તથા કામો કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન ૧ મે ૨૦૧૮થી શરૂ કરીને સમગ્ર માસ દરમિયાન સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
રાજ્યના પ્રત્યેક નાગરિકને આ કાર્યમાં જોડીને જનશક્તિના પ્રચંડ પુરૂષાર્થથી રાજ્યમાં ચોમાસા પહેલાં જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસથી શરૂ થઇ રહેલાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ જળસંગ્રહ અભિયાન સમગ્ર રાજ્યની જનશક્તિને જોડીને જળશક્તિ વધારવાનો વિરાટ પુરૂષાર્થ ઉત્સવ બની રહેશે. પાણીદાર ગુજરાતના નિર્માણ માટે જનશક્તિની મદદથી ગુજરાતનું આ ગૌરવપ્રદ અભિયાન સમગ્ર દેશને રાહ ચીંધશે.
અંદાજે ૧૩,૦૦૦ તળાવ, ચેકડેમ-જળાશયો ઊંડા કરાશે અને પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણના કામો હાથ ધરાશે.અંદાજે ૧૧,૦૦૦ લાખ ઘનફૂટ વરસાદી પાણીના સંગ્રહના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક માસનું જળ અભિયાન યોજાશે. ૪,૦૦૦ થી વધુ જેસીબી-હિટાચી ઉપરાંત ૮,૦૦૦થી વધુ ટ્રેક્ટર-ડમ્પરનો ઉપયોગતળાવો-ચેકડેમ ઊંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રુપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના અપાશે.  ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિમી લંબાઇની ૩૨ નદીઓ પુનઃજીવિત કરાશે, ૫,૪૦૦  કિ.મી. લંબાઇની નહેરોની સફાઇ અને મરામત કરાશે, ૫૮૦ કિ.મી. લંબાઇના કાંસની સફાઇ થશે, મનરેગા યોજના હેઠળ જળ સંચય-જળસંરક્ષણના ૧૦,૫૭૦ કામો થશે. અભિયાનના મોનીટરીંગ માટે મુખ્યસચિવના અધ્યક્ષસ્થાને કમીટીની રચના, રાજ્યભરની ધાર્મિક-સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓ અભિયાનમાં જોડાશે 
જ્યારે નીતિન પટેલે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી રૂપાણી ૧ મેના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તળાવને ઉંડું કરવાની કામગીરી સાથે જળસંચયના આ મહા અભિયાનનો શુભારંભ કરાવશે. 
આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ મંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન, સાંસદો અને અન્ય મહાનુભાવો રાજ્યભરમાં જુદા જુદા જિલ્લામાં જળ અભિયાનનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ અભિયાનની સૌથી મહત્વની બાબત વિશે ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ‘આ અભિયાનમાં રાજ્યભરની સેવાભાવી સંસ્થાઓને જોડવામાં આવશે અને જિલ્લા-તાલુકાની જળ સંચય પ્રવૃત્તિ સાથે આ સંસ્થાઓ જોડાશે. આ ઉપરાંત આ જળ અભિયાનમાં ધાર્મિક સંસ્થાનો, લોક પ્રતિનિધિઓ, ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ સહિતની સંસ્થાઓ-અગ્રણીઓને જોડવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, કચ્છ જિલ્લો તેમજ મધ્ય ગુજરાત વિસ્તારના પાણીની અછતવાળા જિલ્લામાં આ કામગીરી હાથ ધરાશે.’ આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં અંદાજે ૧૩,૦૦૦ તળાવ, ચેકડેમ અને જળાશયો ઉંડા કરવા તથા પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણના ભગીરથ અભિયાનમાં ગુજરાતની જનશક્તિ જોડાશે. 
રાજ્યના ૧૧,૦૦૦થી વધુ ગામોમાં ૨૩,૬૭૦ કિ.મી. લંબાઇની પાણી વિતરણ નેટવર્કની પાઇપલાઇન, તેના ઉપર લાગેલા ૩૩,૭૭૭ એર વાલ્વનું નિરીક્ષણ અને મરામત, ૨૨૨ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૮૫૩ ઓવરહેડ ટેન્ક અને ૧,૨૨૪ જેટલા અન્ડરગ્રાઉન્ડ સમ્પની સફાઇ અને જાળવણીની કામગીરી પણ આ અભિયાન અંતર્ગત હાથ ધરાશે.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૧૦,૫૭૦ કામો હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના વિવિધ તાલુકાઓનાં ૬૨૬૦ તળાવ-ચેકડેમ ઉંડા કરવા, ૮૮૬ જેટલાં ચેકડેમોનું નિર્માણ,  માટીના ૫૬૭ પાળા બનાવવા, ૯૩ ગેબિયન જેવા વિવિધ કામોનો સમાવેશ થાય છે.
આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં અંદાજે ૧૩,૦૦૦ તળાવ, ચેકડેમ અને જળાશયો ઉંડા કરવા તથા પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણના ભગીરથ અભિયાનમાં ગુજરાત ની જનશક્તિ જોડાશે. રાજ્યના ૧૧,૦૦૦થી વધુ ગામોમાં ૨૩,૬૭૦ કિ.મી. લંબાઇની પાણી વિતરણ નેટવર્કની પાઇપલાઇન, તેના ઉપર લાગેલા ૩૩,૭૭૭ એર વાલ્વનું નિરીક્ષણ અને મરામત, ૨૨૨ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૮૫૩ ઓવરહેડ ટેન્ક અને ૧,૨૨૪ જેટલા અન્ડરગ્રાઉન્ડ સમ્પની સફાઇ અને જાળવણીની કામગીરી પણ આ અભિયાન અંતર્ગત હાથ ધરાશે.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૧૦,૫૭૦ કામો હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના વિવિધ તાલુકાઓનાં ૬૨૬૦ તળાવ-ચેકડેમ ઉંડા કરવા, ૮૮૬ જેટલાં ચેકડેમોનું નિર્માણ,  માટીના ૫૬૭ પાળા બનાવવા, ૯૩ ગેબિયન જેવા વિવિધ કામોનો સમાવેશ થાય છે.

Previous articleગામડાના બળદગાડાની જગ્યા હવે મોઘી કારે લીધી
Next articleGHCL સામે આંદોલનનો નિર્ણય નહીં આવે તો શાળાને તાળા બંધી