શાળા કોલેજોની આસપાસ તમાકુ-પાન મસાલા વેચતા ૨૯ સામે કાર્યવાહી કરાઈ

333

ભાવનગર શહેરના નિલમબાગ , ઘોઘારોડ , ગંગાજળીયા , બોરતળાવ , ભરતનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત કરેલ SHE TEAMને ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્કૂલ તેમજ કોલેજોની આસપાસ પાન – મસાલા તથા તમાકુ જેવા હાનિકારક પદાર્થોનું સગીરવય બાળકો તથા યુવાધનને વેચાણ કરતા ઇસમો. વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ.
જે અન્વયે ભાવનગર શહેરમાં નિલમબાગ , ઘોઘારોડ , ગંગાજળીયા , બોરતળાવ તથા ભરતનગર પો.સ્ટે . ખાતે કાર્યરત “ SHE TEAM ‘ દ્વારા સ્કુલ કોલેજોની આજુબાજુમાં આવેલ પાન – મસાલાની દુકાનો તથા લારી ગલ્લા ખાતે સઘન ચેકીંગ હાથધરી તમાકુ નિયંત્રણ અધિનિયમ -૨૦૦૩ નો ભંગ કરતા ૨૯ ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂ .૫૦૦૦ / – દંડ કરવામાં આવેલ છે . આમ“ SHE TEAM ‘ દ્વારા ભાવનગર શહેર વિસ્તારમાં સ્કૂલ – કોલેજના સગીરવયના બાળકો તથા યુવાધન નશા તરફ ન વળે અને લોકોમાં તમાકુના સેવનથી થતા નુકશાન બાબતે જાગૃતિ લાવવા તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ -૨૦૦૩ અસરકારક અમલીકરણ થાય તે માટે અવાર – નવાર આ પ્રકારની લોકહિતમાં કાર્યવાહી કરવા આગામી સમયમાં પણ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે .

Previous articleભાવનગર શહેરમાં સિઝનનો ૧૦૧% વરસાદ
Next articleભાવનગર શહેર કિસાન મોરચા દ્વારા “કિસાન સન્માન કાર્યક્રમ” યોજાયો