રાજુલાના દરિયા કાંઠે આવેલ ગામો જેવા કે વિક્ટર પીપાવાવ ધામ, નિંગાળા, કઠિવદર, ચાંચ, ખેરા પટાવાના અનેક ગામના શ્રમ જીવી લોકો જે મીઠાના અગરમાં કામ કરીને રોજી રોટી મેળવતા હતા પરંતુ અહીં મહાકાય જીએચસીએલ કંપની કાર્યરત થતાં જ અહીંના લોકોની હાલત નરક જેવી થઈ છે.
અહીં આવેલ જીએચસીએલ દ્વારા સરકાર પાસેથી સ્થાનિક લોકોને રોજી રોટી મળી રહે અને મંજૂરી કામ પૂરતા પ્રમાણમા થાય શકે તેવા હેતુથી હજારો એકર જમીન ભાડા પટ્ટે આપવામા આવી છે ત્યારે અહીં કમ્પની દ્વારા માનસોને મંજૂરી આપવાના બદલે તમામ વર્ક હેવી લોડેડ મશીનોથી કરવામાં આવી રહ્યા છે જેને લઈને અહીં વસતા હજારો અગરિયા સમાજના લોકોને હિજરત કરવા મજબૂર બનવું પડે છે અહીં કોઈ પણ જાતનું મંજૂરી કામ નહીં મળતા શ્રમજીવી લોકોને પોતાના બાળકો સાથે ૫૦૦ કી .મી .દૂર ભરૂચ દહેજ સુધી જવું પડે છે જેને લઈને બાળકોને સમયસર શાળાએ પણ મોકલી શકતા નથી. જેને લઈને પીપાવાવ ધામ ગામની આગેવાની હેઠળ અહીં પીપાવાવ સહિત આજુબાજુના ૧૫ જેટલા ગામના લોકો કંપની સામે રોષે ભરાયા છે. અહીં કંપનીને ફાળવેલ જમીનનો ભાડા પટ્ટો પૂરો થઈ ગયો હોવા છતાં કંપની દ્વારા અહીં લાખો ટન ઉત્પાદન મેળવ્યા રÌšં છે તેમજ અહીં બેફામ ગેરકાયદે બનાવેલ જિંગા ફાર્મ પણ આડેધડ બનાવી નાખવામાં આવ્યા છે તેમાં પણ અગરિયાઓને મુશ્કેલી પડી રહી છે જેને લઈને કંપની અને જિંગાફાર્મના ભૂમાફિયાઓ વિરૂધ્ધ અનેકવાર આવેદનપત્રો પાઠવીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામના આવતા અહીંના લોકો રાજુલા ખાતે આવેલ કલેકટર કચેરી સામે છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે છતાં જવાબદાર તંત્રને કઈ પાડી જ ના હોય તેવું લાગી રÌšં છે.
અહીં લોકો દ્વારા હવે એવી ચીમકી ઉચારવામા આવી છે કે જા તારીખ ૧મેં સુધી આંદોલનકારીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો પીપાવાવ ધામ ખાતે આવેલ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે અને અચોક્કસ મુદત સુધી તાળાબંધી રહેશે તેના માટે જવાબદાર સરકારી તંત્ર અને કમ્પની રહે છે આ અગરિયાઓ માટે ચાલી રહેલ હકની લડાઈના ઉપવાસ આંદોલનને ધારાસભ્ય અમરીશભાઈ ડેર, જીજેપીના મનુભાઈ ચાવડા, જન અધિકાર મંચના પ્રવીણ રામ, જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારીયા સહિતના અનેક આગેવાનોએ સમર્થન જાહેર કર્યું છે.