પાલીતાણામાંથી ચોરાઉ બાઈક સાથે શખ્સને ઝડપી લેતી એલસીબી

143

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્?તારમાં મિલ્કત સંબંધી ગુન્હાનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન પાલીતાણા-વડિયા રોડ આવતાં એલ.સી.બી.નાં હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કો. બીજલભાઇ કરમટીયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,નરેશભાઇ સવજીભાઇ મકવાણા રહે.માનવડ (હડમતીયા) તા. પાલીતાણા વાળાએ કાળા કલરનું લાલ-સફેદ લીટીવાળો શર્ટ તથા ભુખરા કલરનું પેન્ટ પહેરેલ છે. તેની પાસે શંકાસ્પદ હિરો સ્પ્લેન્ડર મો.સા. છે.જે લઇને તે આ જગ્યાએથી પસાર થવાનો છે. જે હકિકત આધારે વોચમાં રહેતાં નરેશભાઇ સવજીભાઇ મકવાણા ઉ.વ.૩૬ નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. સાથે મળી આવેલ.તેનાં મોટર સાયકલનાં એન્જીન-ચેસીઝ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરતાં આ મો.સા.નાં રજી.નંબર-ય્ત્ન-૦૪-ડ્ઢસ્ ૬૦૭૬ હોવાનું જણાય આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર-પુરાવા, કાગળો માંગતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જેથી આ મોટર સાયકલ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી તપાસ અર્થે શક પડતી મિલ્કત ગણી કબ્જે કરી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ દરમ્યાન આજથી દસેક દિવસ પહેલાં પાલીતાણામાં ભાવનગર રોડ ઉપર આવેલ પોપડા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

Previous articleભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા 2021-22 યોજાશે
Next articleભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં કોંગી કોર્પોરેટરે ખેલ પાડ્યો…..!!