ભાવેણાનુ ઘરેણું બોરતળાવ છલકાયું

190

ભાવનગર શહેરમાં અને જિલ્લામાં ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદને કારણે ભાવનગરના જાણીતા બોર તળાવમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થતાં તળાવ પૂરેપૂરું ભરાઈ ગયું છે અને છલકાવાની તૈયારીમાં છે. બપોર બાદ ૪૩ ફૂટે ઓવરફ્લો થાય હતો.ભાવનગર શહેરની ઐતિહાસિક ધરોહર અને ગોહિલવાડની રૈયતને રાજવંશોજોની અણમોલ ભેટ એવાં ગૌરીશંકર સરોવર-બોરતળાવમાં ગત રાતથી શરૂ થયેલી પાણીની ધીંગી આવકને પગલે છલકાવાની તૈયારીમાં છે. આજે સવારથી જ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનુ તંત્ર બોરતળાવ ખાતે સતર્ક છે. બોરતળાવના હેઠવાસમાં આવતાં લોકોને પણ તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યાં છે.સમગ્ર વર્ષ દરમિયાન ભાવનગરની તૃષા છુપાવતું બોર તળાવ છલકાવાની તૈયારીમાં છે.ત્યારે તેના નીરના વધામણા કરવાં માટે ભાવનગરવાસીઓ ઉત્સુક છે.

Previous articleનિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા
Next articleસોનગઢ ખાતે પોષણ અભિયાન અંતર્ગત ‘સહી પોષણ-દેશ રોશન’ના સુત્ર સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો