વિજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નિપજ્યું

633
bvn3042018-7.jpg

ઘોઘા તાબેના બાડી પડવા રોડ પર બપોરના સમયે બાઈક પર જઈ રહેલો યુવાન વિજપોલ સાથે અથડાતા સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘારોડ ગૌશાળા પાસ ેલાખાજીનગરમાં રહેતા ભદ્રેશભાઈ હિંમતભાઈ પરમાર પોતાનું બાઈક નં.જીજે૪ બીજી ૩૦૭ લઈ બાડી પડવા રોડ પર જતા હતા તે વેળાએ અચાનક વિજપોલ સાથે બાઈક અથડાતા સ્થળ પર જ ભદ્રેશભાઈનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા ઘોઘા પોલીસ મથકના એન.બી. ચુડાસમા સ્થળ પર દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી.

Previous articleઆંતર યુનિ. જિમ્નાસ્ટીક સ્પર્ધામાં પસંદગી પામ્યા
Next articleસૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતમાં મોરારીબાપુ દ્વારા સહાય પહોંચાડાઈ