ચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ જબ્બે

985
bvn3042018-6.jpg

ભાવનગર, તા.ર૯
અમરેલીમાંથી એક વર્ષ પહેલા ચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારના શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.પી.અગ્રાવત તથા પો.કો. શકિતસિંહ સરવૈયા, પો.કો દિલીપભાઇ ખાચર, અન્ય પોલીસ સ્ટાફનાં માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોકકસ સચોટ બાતમી મળતાં કે અમરેલી પોલીસ સ્ટેશનનાં આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનાં કામે ચોરી થયેલ બાઇક હોન્ડા સાઇન મો.સા. નં જી.જે.૧૪ એ.સી.૨૨૫૦ નુ કોઇ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરીયાદ દાખલ થયેલ તે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફને મળતી માહિતી મુજબ કે ગારીયાધાર ગામે રહેતો ફિરોજભાઇ અલ્લારખભાઇ જા.દલ સંધી ઉ.વર્ષ ૩૩ રહે મફતનગર ગારીયાધાર વાળાનાં ધેરે પડેલ હોય ફિરોજભાઇ અલ્લારખભાઇના ધેરે તપાસ કરતાં ઉપરોક્ત નંબરવાળુ મો.સા તેમનાં ધેરેથી મળી આવતાં પોતે એક વર્ષ પહેલાં અમરેલી ટાઉન પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી ચોરી કરેલાનું જણાવેલ તે ઈસમને ગારીયાધાર પોલીસે કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી અમરેલી પોલીસ સ્ટેશનમાં સોંપી આપવાં તજવીજ હાથ ધરવામાં આવેલ.

Previous articleબાંધણી પર ડિઝાઈન અંગે માર્ગદર્શન
Next articleરસાલા કેમ્પમાં ફ્રી મેડીકલ કેમ્પ