ગયા વર્ષના સપ્ટેમ્બરના મુકાબલે જીએસટી કલેક્શનમાં ૨૩ ટકા થયેલો વધારો, ઈકોનોમીમાં રિકવરીના સંકેત
નવી દિલ્હી, તા.૧
ઓગસ્ટ મહિનાના મુકાબલે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનને લઈને સરકારને રાહત થાય તેવા આંકડા સામે આવ્યા છે.સપ્ટેમ્બર મહિનામાં સરકારનુ જીએસટી કલેક્શન ૧.૧૭ લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. ઓગસ્ટ મહિનામાં સરકારને જીએસટી તરીકે ૧.૧૨ લાખ રૂપિયાની આવક થઈ હતી.ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે જીએસટી કલેક્શનમાં ૨૩ ટકા વધારો થયો છે. જાણકારોનુ માનવુ છે કે, કલેક્શનમાં થઈ રહેલો વધારો ઈકોનોમીમાં રિકવરીનો સંકેત આપી રહ્યો છે.સરકારનુ જીએસટી કલેક્શન ઓગસ્ટ મહિનામાં ૧.૧૨ લાખ કરોડ રૂપિયા, ઓગસ્ટ મહિનામાં ૮૬૪૪૯ કરોડ, જુલાઈમાં ૧.૧૬ લાખ કરોડ અને જુન મહિનામાં ૯૨૮૪૯ કરોડ રૂપિયા નોંધાયુ હતુ.ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયમાંથી ૭૭૮૦ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન સપ્ટેમ્બર મહિનામાં થયુ છે. મોટાભાગના રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે વધારો નોંધાયો છે. અન્ય રાજ્યોમાંથી થયેલુ જીએસટી કલેક્શન મુજબ જમ્મુ કાશમીર ૩૭૭ કરોડ, હિમાચલ પ્રદેશ ૬૮૦ કરોડ, પંજાબ ૧૧૯૪ કરોડ, દિલ્હી ૩૬૦૫ કરોડ, યુપી ૫૬૯૨ કરોડ, બિહાર ૮૭૬ કરોડ અને પશ્ચિમ બંગાળ ૩૩૯૩ કરોડ છે.