ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમા દાખલ થયેલ ચોરીના ગુન્હા અંગે સુચના આપેલ ચોરાયેલ મોટર સાયકલ શોધી કાઢવા તેમજ ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ બાબતે વોચમા હતા તે દરમ્યાન પો.કોન્સ અમીતભાઇ ડાંગર તથા પો.કોન્સ રાજુભાઇ ડાંગર નાઓને સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે એક ઇસમ ચોરીની મોટર સાયકલ લઇ ચોમલથી ભંડારીયા ગામ તરફ જાય છે જે હકીકત આધારે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ પહોચતા એક ઇસમ શંકાસ્પદ મોટર સાયકલ સાથે આવતા તેને રોકી નામઠામ પુછતા પોતાનુ નામ અશ્વીન ઉર્ફે ગોંવીદભાઇ શામજીભાઇ ચુડાસમા જાતે.દેવીપુજક ઉ.વ.આ ૪૨ રહે.સુરવીલાસ તા.ગારીયાધાર જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમ પાસે રહેલ મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા ન હોવાનુ જણાવતો હોય અને ફર્યુ ફર્યુ બોલતો હોય જેથી મોટર સાયકલના નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનથી તપાસ કરતા મોટર સાયકલ ફરીયાદીનુ હોય બાદમા મજકુર ઇસમની વધુ પુછપરછ કરતા મજકુર ઇસમે સદરહુ મોટર સાયકલ ચોમલ ગામેથી ચોરી કરેલાનુ જણાવેલ તેમજ સદરહુ મોટર સાયકલના રજીનં જોતા જી.જે.૦૧ બી.આર-૨૫૭૫ ની હીરો હોન્ડા કંપનીની સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ છે તેમજ વધુ પુછપરછ કરતા તેણે અગાવ પણ મોટીવાવડી ગામ ખાતેથી પણ એક મોટર સાયકલ ચોરી પોતાના ઘરે છુપાવેલ હોવાનુ કબુલાત કરતો હોય જેથી મજકુર ઇસમને સાથે રાખી તેના ઘરે જતા એક હીરો હોન્ડા કંપનીની સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ જોવામા આવતા જેના રજી નં જોતા જી.જે.૨૩ એફ-૨૬૫૬ છે સદરહુ બન્ને મોટર સાયકલોની મજકુર ઇસમે ચોરી કરેલ હોય જેથી ગારીયાધાર પોલીસ સ્ટેશનમા નોધાયેલ ચોરીનો ગુન્હો ડિટેકટ કરેલ છે.