સોનગઢમાં આરોગ્યલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

840

શ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ-સોનગઢમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સોનગઢના ડો.મિલનભાઈ ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે સુપરવાઈઝરશ્રી વિક્રમભાઈ પરમાર, આરોગ્ય કર્મચારી સંજય ભાઈ પરમાર દ્વારા આરોગ્યલક્ષી માહિતીમાં ચોમાસું ૠતુ માં ફેલાતો મચ્છરજન્ય રોગો , પાણી જન્ય રોગો તેમજ પોષણ અને આહાર સંબંધી ખૂબ સરસ માહિતી શાળાના વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને આપવામાં આવી હતી.આ તકે ગુરુકુલ સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા શ્રી ર્ડા.જયદીપસિંહ ભીખુભા ચૌહાણે સમગ્ર આરોગ્ય સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleશહેરના ગાયત્રીનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નિકળવાની ભીતિ
Next articleભૂપેન્દ્ર પટેલે કીર્તિ મંદિર ખાતે બાપુને ભાવસભર અંજલિ આપી