નાગરિક બેંકના અદ્યતન હેડ ઓફિસનું પૂ. મોરારિબાપુના હસ્તે થયેલું ઉદ્દઘાટન

876
bvn3042018-13.jpg

ભાવનગર નાગરિક સહકારી બેંકના અદ્યતન સુવિધા સાથેની નવી હેડ ઓફિસનું આજે પૂ.મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. આ હેડ ઓફિસનું મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરારજી દેસાઈની પ્રતિમા તથા તૈલચિત્રનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા ગ્રાહકોની સુવિધા અને ટ્રાફીકના પ્રશ્નને ધ્યાને લઈ ગંગાજળીયા તળાવ ખાતેથી હવે ડોન વિસ્તારમાં નવા અદ્યતન અને સુવિધાયુક્ત હેડ ઓફિસ બિલ્ડીંગ બનાવવામાં આવેલ. જેનું આજે મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગર નાગરિક સહકારી બેંક ૮ શાખાઓ ધરાવે છે અને તે તમામ શાખાઓ પોતાની માલિકીની છે. નવી હેડ ઓફિસના ઉદ્દઘાટનની સાથોસાથ મોરારજીભાઈ દેસાઈની પ્રતિમા તથા તૈલચિત્રનું અનાવરણ મોરારજીભાઈના પૌત્રવધુ મંગલા દેસાઈ તથા પ્રપૌત્ર વિશાલ દેસાઈના હસ્તે મેયર નિમુબેન બાંભણીયાની ઉપÂસ્થતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતાપભાઈ શાહ તથા નાગરિક બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, એમ.ડી. પ્રદિપભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ બારૈયા તથા ડિરેક્ટરો નિરંજનભાઈ દવે, પ્રવિણભાઈ પોંદા, કમલેશ મહેતા, રફીકભાઈ મહેતર, ધીરૂભાઈ કરમટીયા, પ્રોફેશનલ ડિરેક્ટર માધવભાઈ માણીયા તથા ભદ્રેશભાઈ દવે સહિત ઉપÂસ્થત રહ્યાં હતા. આ પ્રસંગે ઓમ પ્લાઝા હોલમાં ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પૂ.મોરારિબાપુએ આશિર્વચન પાઠવતા જણાવેલ કે, જીતુભાઈ ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા ભાવનગરની પોતાની કહી શકાય તેવી નાગરિક બેંકને ફરીથી બેઠી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે અને બેંક વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત મેયર નિમુબેન સહિત ઉપÂસ્થત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને ભાવનગરની પોતાની એવી નાગરિક બેંકના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં આમંત્રિતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ તથા સભાસદો ઉપÂસ્થત રહ્યાં હતા.

Previous articleસિલ્વર બેલ્સ સ્કુલના પાર્કીંગ સ્ટેન્ડની એંગલ ધુસી જતા ટ્રક ડ્રાઈવરનું મોત
Next articleગાંધીનગરના ઉનાવા ખાતે આયુષ્ય- માન ભારત દિનની ઉજવણી કરાઇ