શહેરનાં નાનાં મોટાં તમામ માર્ગો અતિ બિસ્માર હાલતમાં

493

વડલા સર્કલથી નારી ચોકડી સુધીના રોડપર ખાડા એટલા કે માર્ગ શોધવો પડે એવી સ્થિતિ
આમતો ભાવનગર શહેરમાં ખરાબ રોડ-રસ્તાઓ નો પ્રશ્ન બારેમાસ પેચીદા બનીને રહે છે પરંતુ ચોમાસામાં આ પ્રશ્ન લોકો માટે “યક્ષ” પ્રશ્ન બની જાય છે તંત્ર દ્વારા રોડ-રસ્તાના કામો.માટે કોઈ જ તકેદારી કે યોગ્ય પગલાં ઓ ન લેતાં ભારે રોષ ફેલાયો છે હાલમાં શહેરના ગઢેચીવડલા સર્કલથી નારી ચોકડી સુધીનો રોડ અત્યંત ખરાબ છે.
શહેરમાં ખસ્તા હાલતમાં રહેલાં રોડથી શહેરીજનો મહદઅંશે ટેવાઈ ગયાં છે…! પરંતુ ચોમાસામાં રેઢીયાર પશુઓ સાથે અત્યંત બિસ્માર હાલતમાં રહેલા રોડ થી સમસ્યામાં અભિવૃદ્ધિ થાય છે શહેરમાં રોડ-રસ્તાઓ ના નવનિર્માણ થી લઈને સમારકામ સુધીની તમામ બાબતોમાં ભ્રષ્ટાચાર નો ભોરિંગ ભરડો વાળીને વર્ષોથી બેઠો છે જેમાં કોન્ટ્રાક્ટર થી લઈને નેતા- અધિકારીઓ સહિતનાઓ સમાન રીતે અને સમાન હિસ્સા સાથે ભાગીદાર છે ત્યારે લોકો આખરે ફરિયાદ કરે તો કરે કયાં…?! આ ખરાબ રસ્તાઓમા સૌથી વધુ બદ્દથી બદતર રોડ ગઢેચીવડલા સર્કલથી નારી ચોકડીને જોડતો રોડ છે આ રોડપર ફલાઈઓવર નવનિર્માણ ની કામગીરી ચાલી રહી છે ઠેકઠેકાણે રોડની બંને તરફ અત્યંત સાંકડું ડાઈવર્જન આપવામાં આવ્યું છે આ રોડપર દરરોજ ૨૪ કલાક દરમ્યાન ૧ લાખથી વધુ નાનાં મોટાં વાહનો પસાર થાય છે ત્યારે ભારે વરસાદ અને હેવી ટ્રાફિક ને પગલે આ રોડપર અસંખ્ય ખાડાઓ અને વ્યાપક પ્રમાણમાં તૂટી ગયો છે લાલ ટાંકી થી દેસાઈનગર સુધી ના રોડપર વાહન સાથે તો ઠીક પરંતુ પગપાળા પસાર થવું પણ.મુશ્કેલ બન્યું છે આ બિસ્માર માર્ગોને પગલે દરરોજ નાનાં મોટાં ગંભીર અકસ્માતો સર્જાય છે જેમાં નિર્દોષ લોકો ને ઈજા થી લઈ કાયમી ધોરણે શારીરિક ખોડખાંપણ સુધીની યાતનાઓ વેઠવી પડી રહી છે આજે બીએમસી દ્વારા રોડ-રસ્તાઓ ના કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને આપતાં પૂર્વે નવનિર્મિત રોડ અંગે ગેરેન્ટી પિડીયર પણ લખાવવામા આવે છે આમ છતાં રોડ બન્યે ગણતરી ના દિવસોમાં જ ભ્રષ્ટાચાર નું પાપ પોકારે છે !ગઢેચીવડલા સર્કલથી દેસાઈનગર વાળા રોડપરથી મેયર દિવસોમાં બે થી વધુ વાર પસાર થાય છે પરંતુ વૈભવી કારમાં આરામદાયક સફર કરતાં પ્રથમ નાગરિક કયારેય કારનાં કાચ ઉતારી પ્રજાની વેદના નિહાળવાની તસ્દી નથી લેતાં…!

Previous articleવલ્લભીપુરમાં વરસાદી પાણીના લીધે ઠેર ઠેર ગંદકીના થર : રોગચાળાની ભીતી
Next articleતળાજાના તલ્લી ગામે ગાંધીજીને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો