રિયલ્ટી સેક્ટરને લઈને કેન્દ્રને સુપ્રીમની નોટિસ : કેન્દ્ર સરકારે એક મોડલ બિલ્ડર બાયર એગ્રીમેન્ટ બનાવવું જોઈએ જે સંદર્ભે સુપ્રીમમાં અરજી કરાઈ છે
નવી દિલ્હી, તા.૪
જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષવાળી બેન્ચે કહ્યુ કે ઘર ખરીદનારના અધિકારોની સુરક્ષા માટે આ ઘણુ જરૂરી છે. બિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવેલા એગ્રીમેન્ટ્સમાં કરવામાં આવેલી જોગવાઈઓથી ઘર ખરીદનાર બેક ફૂટ પર હોય છે. સુપ્રીમ કોર્ટે રિયલ્ટી સેક્ટરને લઈને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. કોર્ટે ગ્રાહકોની સુરક્ષા માટે બિલ્ડર અને એજન્ટ ખરીદનાર માટે મોડલ પેક્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો, જેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) અધિનિયમ ૨૦૧૬ હેઠળ રિયલ્ટી સેક્ટરમાં પારદર્શિતા લાવવામાં આવી શકે.
રિયલ એસ્ટેટમાં કેટલાક એગ્રીમેન્ટ એકપક્ષી અને મનસ્વી હોય છે. આ એગ્રીમેન્ટ ફ્લેટ ખરીદારોના હિતને નજરઅંદાજ કરનાર હોય છે. રેરા એક્ટ ૨૦૧૬ અનુસાર ગ્રાહકોના હિતનુ સંરક્ષણ કરવુ જોઈએ. જ્યારે આપ કોઈ બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદો છો. આપ શરૂઆતી રકમ આપીને ફ્લેટ બુક કરાવી લો છો. તે સમયે આપની અને બિલ્ડરની વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે.
આ જ બિલ્ડર બાયર એગ્રીમેન્ટ છે. જેમાં તમામ શરત જે આપના અને બિલ્ડરની વચ્ચે હોય છે તેની ડિટેલ્સ આપવામાં આવે છે. આ એગ્રીમેન્ટ પર આપને લોન મળે છે. સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં એક સમાન બિલ્ડર બાયર એગ્રીમેન્ટ હોય, તે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. એક જનહિત અરજીમાં કહેવામાં આવ્યુ છે કે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારના બિલ્ડર બાયર એગ્રીમેન્ટ છે અને કેટલાક રાજ્યોમાં આનું કોઈ મોડલ પણ નથી. ખાનગી બિલ્ડર ફ્લેટ વેચતી વખતે પોતાના ફાયદાનુ એગ્રીમેન્ટ બનાવી લે છે. આનુ નુકસાન ફ્લેટ ખરીદનારને થાય છેઅરજીમાં માગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે એક મોડલ બિલ્ડર બાયર એગ્રીમેન્ટ બનાવવુ જોઈએ જેને તમામ રાજ્ય અને તમામ ખાનગી અને સરકારી બિલ્ડર ઉપયોગ કરે. જેમાં ફ્લેટ બાયરના હિતનો પણ ખ્યાલ રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે કે શુ આવુ કરી શકાય છે. ચાર અઠવાડિયામાં સરકારને આપવો પડશે જવાબ. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ફ્લેટ ખરીદનારને બિલ્ડર્સની મનમાનીથી બચાવી શકાય અને તેમના હિતનો પૂરો ખ્યાલ રાખી શકાય. જેથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અને એજન્ટ-બાયર એગ્રીમેન્ટ બનાવવા માટે કેન્દ્રને નોટિસ જારી કરી છે. રેરા કાનૂનમાં આને બનાવવાની વાત કહેવામાં આવી છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે એક વાર કેન્દ્ર મોડલ બાયર-બિલ્ડર એગ્રીમેન્ટ બનાવી લે તો તે બાદ સુપ્રીમ કોર્ટ રાજ્યને આનુ પાલન કરવુ પડશે. રેરા હેઠળ કોઈ સટીક મોડલ ઉપલબ્ધ નથી. જોકે કેટલાક રાજ્યમાં પહેલાથી જ મોડલ એગ્રીમેન્ટ હાજર છે. મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અને મોડલ એજન્ટ-બાયર એગ્રીમેન્ટમાંથી રિયલ એસ્ટેટમાં પારદર્શિતા આવશે અને ફ્લેટ ખરીદનારને છેતરપિંડીનો સામનો કરવો પડશે નહીં.