આ મુદ્દે જિલ્લા કલેક્ટરને કિસાન કાંતિ ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરાઈ વાવાઝોડાના પગલે ખરીફ પાકમાં નુકસાન
ભાવનગર જિલ્લામાં “ગુલાબ” વાવાઝોડાને પગલે થયેલી અતિવૃષ્ટિમાં હજારો એકર જમીનોમાં રહેલા ખરીફ પાકમાં નુકસાન થયુ છે અને ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ કુદરતી આફતને લઈને રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય જાહેર કરી તાકિદે પગલાં લેવાની ભાવનગર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા માંગ કરાઈ છે. ભાવનગર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલને સંબોધી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં એવાં પ્રકારે ઉલ્લેખ કર્યો છે કે, આ વર્ષે ચોમાસાના આરંભે સતત બે માસ સુધી વરસાદ ખેંચાયો હતો. જેમાં ખરીફ પાક નિષ્ફળ જવાની તૈયારીમાં હતો આ દરમિયાન ચોમાસાના વિદાય સમયે આવેલા ગુલાબ વાવાઝોડાને પગલે થયેલી અતિવૃષ્ટિને પગલે ખરીફ સિઝનની તૈયાર મોલાત બરબાદ થઈ ગઈ છે ત્યારે આ કુદરતી આપત્તિ ને લઈને રાજ્ય સરકાર ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે હાથ ધરી તત્કાળ યોગ્ય કાર્યવાહી કરી આર્થિક સહાય ચુકવવાની માંગ કરી છે.