દામનગર શહેરના વાંકડિયા પરિવારનું ઉત્તમ પરમાર્થ પંદર વર્ષ પૂર્વે માત્ર પાંચસો નોટબુક વિદ્યાર્થીઓમાં વિતરણ કરી શરૂઆત કરી હતી.
પંદર વર્ષ પહેલા માત્ર પાંચ નોટબુકથી શરૂઆત થયેલ પ્રવૃત્તિ આજે વટવૃક્ષ સમી બનાવતા વાંકડિયા પરિવારની સેવા પંદર હજાર નોટબુક સુધી પહોચાડી વાંકડિયા પરિવાર હાલ સુરત દર વર્ષે ચૈત્ર માસમાં કુળદેવી માતાજી ધામેલ કાતે આવી દામનગર શહેરમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓમાં ખુબ મોટા પ્રમાણમાં ફક્ત નોટબુક વિતરણ રહ્યા છે.
પરમાર્થ ભલે નાનુ હોય પણ નાવીન્ય છે સારા કાર્યની શરૂઆત કરનાર વાંકડિયા પરિવાર સામાન્ય લેબર કાર્ય કરી સુરતમાં સ્થાયી થયા નામ દામ કમાયા વ્યÂક્ત ગમે એટલો વિકસે વિસ્તરે પણ વતનને ક્યારેય વિસરી ન શકે આજે સવારે દામનગર બહાર પરામાં ધીરૂભાઈ પુનાભાઈ નારોલાના નિવાસસ્થાનેથી મફત નોટબુક વિતરણ કરાય હતી સમસ્ત વાંકડિયા પરિવાર દામનગર દ્વારા સવારના આઠ કલાકે નોટબુક વિતરણ બપોર સુધી અવીરત ચાલ્યુ મિત્રો પરિચિતો સ્વયં સેવકો સાથે સ્વંય વાંકડિયા પરિવાર પણ નોટબુક વિતરણ વ્યવસ્થામાં જાડાયો હતો જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓ માટે આર્શીવાદ રૂપ સેવા સમસ્ત સમાજ માટે પથદર્શક છે.